Gujarati News

Gujarati News

News of Tuesday, 24th November 2020

બપોરે ૧-૧૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

સતત ઈનકાર પછી અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પે પરાજય સ્વીકારી લીધો, સત્તા સોંપવા માટે મંજૂરી આપી: જો બાયડનની નવી અમેરિકી કેબિનેટની ઘોષણા, એન્ટની બલીન્કન નવા વિદેશ મંત્રી: ગિરનાર ઉપર આજે વહેલી સવારે ૭ ડિગ્રી જેવું કાતિલ ઠંડુ વાતાવરણ, અન્યત્ર ઠંડીમાં ઘટાડો, નલિયા 7 ડીગ્રી, રાજકોટ 13.2 ડિગ્રી તાપમાન: અડવાણીજીનું પુસ્તક જુગલબંધી ખળભળાટ મચાવે છે, ૨૦૦૪ની ચૂંટણીમાં ભાજપના પરાજય માટે વિશ્વ હિન્દુ પરિષદ જવાબદાર, હવે આ પાર્ટી એ જ આદર્શવાદી પાર્ટી રહી નથી જેને ડો. મુખર્જી, દીનદયાલજી, નાનાજી અને વાજપેયીએ બનાવી હતી, મોદી સાથેના સંબંધોનો પણ ઉલ્લેખ: આવતીકાલે વાવાઝોડું નીવાર તામિલનાડુ અને પોંડિચેરી વચ્ચેથી 100 થી 120 કિલોમીટર ઝડપે પસાર થશે, ભારે પવન ફૂંકાશે, તમિલનાડુ, પોંડિચેરી દરિયા કિનારે હાઇએલર્ટ, આંધ્ર, કેરળ, કર્ણાટક, તેલંગાણા અને કર્ણાટકમાં વરસાદ પડશે: બેક ટુ બેક આવતા મહિને બીજુ વાવાઝોડું પણ આવી રહ્યું છે: ગુજરાતના કેબિનેટ મંત્રી વિભાવરીબેન દવે ને કોરોના પોઝિટિવ આવ્યો, યુ એન મહેતા હોસ્પિટલમાં દાખલ: હાશ, ડુંગળી અને બટેટામાં એક કિલોએ પાંચ રૂપિયા ભાવ ઘટ્યા, લીલા શાકભાજીના ભાવો પણ ઘટેલા છે, નવી આવક વધતા હજુ પણ ભાવ ઘટશે: કચ્છમાં કોરોનાનો ફૂંફાડો યથાવત, સુખપર ગામમાં સ્વાસો કેસ નોંધાયા, જ્યારે જામનગર જિલ્લાના જામજોધપુર માં એક જ દિવસમાં આઠ પોઝિટિવ, મોરબી જિલ્લામાં નવા 21 કેસ: સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ દિવસમાં કોરોના એ ચારના જીવ લીધા, 14 પોઝિટી: અમેરિકામાં કોરોના સતત બેકાબુ, ૨૪ કલાકમાં પોણા બે લાખ નવા કેસ: સરકારી આંકડા મુજબ દેશમાં કોરોના કાબૂમાં આવવા લાગ્યો છે, 24 કલાકમાં માત્ર ૩૭ હજાર નવા કેસ: દિલ્હીમાં સતત ચોથા દિવસે 100થી વધુ મૃત્યુ, દર કલાકે પાંચ લોકોના કોરોના થી મોત: દિલ્હીમાં ભાજપના નેતા અને પુત્રની ક્રૂર હત્યા: 55 વર્ષ જૂનું ભુજનું રેડિયો સ્ટેશન બંધ, કચ્છના સરહદી ગામડાંઓમાં રેલાતા રેડિયોના સૂર હવે વિલાય ગયા: કોરોના વેકસીનના શુભ સમાચારના પગલે વિશ્વભરના શેરબજારોમાં રોનક, ભારતીય શેરબજાર પણ બલ્લે-બલ્લે, nifty all time high: સૌરાષ્ટ્રના વંથલી પાસે બંધ ટ્રક પાછળ મોટર ઘુસી જતા વૃદ્ધ નાની અને દોહીત્રના મોત: સુરતમાં લિવ ઈન રિલેશનશીપમાં રહેતી ગર્ભવતી યુવતીનું તેના જ પ્રેમીએ ગળું દબાવી મારી નાખી: સંચારબંધીને લીધે ગુજરાતના શહેરોમાં 5000 લગ્નોને માઠી અસર, અમદાવાદમાં બે દિવસમાં સત્તરસો લગ્ન રદ, કરોડોનું નુકસાન: માંડવીમાં યુવાનનની સમી સાંજે છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા, ભાભી સાથે આડા સંબંધો હોવાની શંકાએ જીવ લીધો: મહારાષ્ટ્રમાં બેથી ત્રણ મહિનામાં ભાજપ સરકાર બનાવશે, ઠાકરે સરકાર ગબડશે, ભાજપ નેતાનો મોટો દાવો: ભાવનગરના હિમાલયા મોલ ના આસિસ્ટન્ટ મેનેજર ભગીરથસિંહ જાડેજા એ આત્મહત્યા કરી: ભારતમાં બધા લોકોને વેક્સિન આપવામાં ત્રણ વર્ષ લાગશે, સરકારે યાદી તૈયાર કરી, પુનાવાલા કહે છે કે જાન્યુઆરી સુધીમાં દસ કરોડ ડોઝ વેકસીનના મળી જશે: આસારામ બાપુ એ કરેલી જામીન અરજી જોધપુર કોર્ટે સ્વીકારી, કહ્યું કે 80 વર્ષનો થઈ ગયો છું, ૨૦૧૩થી જેલમાં છું, હવે તો મને જામીન આપો, જાન્યુઆરીમાં સુનાવણી: સતત પાંચમા દિવસે પેટ્રોલ અને ડીઝલમાં છ અને ૧૬ પૈસાનો વધારો: રિઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રાજને કહ્યું છે કે કોર્પોરેટ ગૃહો ને બેંકો ખોલવાની મંજૂરી આપવા થી ખાના-ખરાબી સર્જાશે: રાજસ્થાનમાં ચૂરૂની ગૌશાળામાં 94 ગાયના મૃત્યુ: શિવસેનાના ધારાસભ્યના નિવાસ અને ઓફિસે ઈડીના દરોડા, અર્ણવ ગોસ્વામી સામે બાંયો ચઢાવી હતી: સોશિયલ મીડિયા ઉપર વાંધાજનક પોસ્ટ માટે કેરળમાં પાંચ વર્ષની કેદની જોગવાઈ

(1:10 pm IST)
  • અમદાવાદમાં બગીચાઓ સવારે ૭ થી ૯, સાંજે ૫ થી ૭ જ ખુલ્લા રહેશે : અમદાવાદ શહેરના ઉદ્યાનો અને બગીચાઓ આગામી ઓર્ડર સુધી સવારે 7 થી 9 અને સાંજે 5 થી 7 દરમિયાન જ જાહેર જનતા માટે ખુલ્લા રહેશે. access_time 9:52 pm IST

  • દેશમાં કોરોનાના કેસનો આંકડો 92 લાખને પાર પહોંચ્યો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 38,296 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 92,16,049 થયો : એક્ટીવ કેસ 4,42,176 થયા: વધુ 33,487 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 86,37,126 રિકવર થયા : વધુ 407 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,34,661 થયો access_time 12:00 am IST

  • અમદાવાદમાં 45 નવા કન્ટેન્મેન્ટ ઝોન જાહેર : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને અમદાવાદ શહેરમાં 45 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કર્યા. access_time 9:54 pm IST