Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

અમે ૧૭ મિનિટમાં બાબરી તોડી હતી, સરકાર કાયદો ઘડવામાં સમય વેડફી રહી છેઃશિવસેના

શિવસેના સાંસદ સંજય રાવતે કર્યા બીજેપી પર આકરા પ્રહાર

મુંબઇ, તા.૨૪: લોકસભા ચૂંટણી પહેલા અયોધ્યામાં રામ મંદિર નિર્માણના મુદ્દાએ ફરી એકવાર જોર પકડ્યું છે. રામ મંદિર નિર્માણ મામલે સાધુ-સંતોની સાથે શિવસેનાએ પણ મોદી સરકારને ચારે બાજુથી ઘેરવાના પ્રયત્નો કર્યા છે. આ મામલે શિવસેના સાંસદ સંજય રાવતે સરકાર પાસે કાયદો ઘડવાની માંગણી કરતા બીજેપી પર વાર કર્યા હતા. તેમણે આ દરમિયાન મોટા રાજકીય નિવેદનો આપતાં જણાવ્યું કે, અમે ૧૭ મિનિટમાં બાબરી તોડી હતી, તો કાયદો બનાવવામાં કેટલો સમય લાગે? રાષ્ટ્રપતિ ભવનથી ઉત્ત્।ર પ્રદેશ સુધી બીજેપી સરકાર છે. રાજયસભામાં દ્યણા સાંસદ છે, જે રામ મંદિર નિર્માણને સન્મત્ત્િ। આપે છે. જે આ મામલે વિરોધ કરશે, તેનું દેશમાં ફરવાનું મુશ્કેલ બનશે.

શિવસેના મુજબ બીજેપીએ લોકસભા ચૂંટણી જીતવા માટે પહેલા રામ મંદિર નિર્માણ કરવું પડશે. શિવસેનાએ જણાવ્યું કે, હવે અમે પણ આ મુદ્દાને ઉઠાવી રહ્યા છીએ, તો અમારુ લક્ષ્ય એજ છે કે, રામ મંદિર હકીકતમાં બની જાય, કારણ કે રામ મંદિર નિર્માણ મુદ્દો માત્ર ચૂંટણી દરમિયાન જ આવે છે અને ચૂંટણી સમાપ્ત થયા પછી તેને ભૂલી જવામાં આવે છે.

રામ મંદિર નિર્માણ મુદ્દા મામલે શિવસેના અધ્યક્ષ ઉદ્ઘવ ઠાકરે ૨૫ નવેમ્બરે અયોધ્યા જઇ રહ્યા છે. આ સમય દરમિયાન તેમણે ભકતોને અયોધ્યા એકત્રિત થવાનું જણાવ્યું હતું.

(1:37 pm IST)