Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

દેશના 17 રાજ્યોની પેટાચૂંટણીમાં 51 બેઠકોમાંથી એનડીએ 21 જીત્યું: યૂપીએની 13 બેઠકો પર જીત

ભાજપને 4 સીટનું નુકશાન : 17 બેઠકો સ્થાનિક પાર્ટીના ફાળે

નવી દિલ્હી : દેશના 17 રાજ્યોની 51 બેઠકો પર થયેલ વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપને કુલ 15 બેઠકો મળી છે, જ્યારે એનડીએ 21 બેઠકો જીત્યું છે. જયારે યૂપીએને 13 બેઠકો પર જીત મળી છે. આ સિવાય 17 બેઠકો અન્ય સ્થાનિક પાર્ટીઓએ જીતી છે.

  ભાજપે સૌથી વધુ 7 બેઠકો ઉત્તરપ્રદેશમાં જીતી છે. એક બેઠક એનડીએના સહયોગી અપના દળને મળી છે. જ્યારે સપાએ ત્રણ બેઠકો જીતી છે. કોંગ્રેસને યૂપીમાં કોઇ ફાયદો નથી થયો. ત્યારે કોંગ્રેસે પંજાબ અને ગુજરાતમાં સૌથી વધુ ત્રણ-ત્રણ બેઠકો જીતી છે. તમિલનાડુમાં અન્નાદ્દમુક બન્ને બેઠકો જીતીને લીડ મેળવી છે.

   દેશના 17 રાજ્યોની 51 બેઠકો પર થયેલ પેટાચૂંટણીમાં ભાજપને કુલ 15 બેઠકો મળી છે, પરંતુ તેમને ચાર બેઠકો પર નુકસાન થયું છે, પહેલા તેમની પાસે 19 બેઠકો હતી નુકસાન વાળા રાજ્યોમાં ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને મધ્યપ્રદેશ સામેલ છે. દરેક રાજ્યમાં ભાજપને એક બેઠકનું નુકસાન થયું છે. ત્યારે બિહાર અને પંજાબમાં સહયોગી પાર્ટીને નુકસાન ઉઠાવવું પડ્યું છે.

 પંજાબમાં ભાજપ-શિરોમણિ અકાળી દળના ગઠબંધને એક-એક બેઠક ગુમાવી છે. જોકે શિઅદે એક અન્ય બેઠક પર આપના ઉમેદવારને હરાવીને જીત દાખલ કરી છે. કોંગ્રેસે આ ત્રણ બેઠકો પર જીત દાખલ કરી છે, જ્યારે પહેલા તેમની પાસે અહીં માત્ર એક જ બેઠક હતી.

 બિહારમાં પાંચ બેઠકો પર થયેલ હમણાની પેટાચૂંટણીમાં ભાજપની પાસે કોઇ પણ બેઠક ન હતી, પરંતુ તેમના સહયોગી દળ જેડીયૂની પાસે પાંચમાંથી ચાર બેઠકો હતી. પરંતુ જેડીયૂને એક બેઠક જ મળી છે. આ પ્રકારે ત્રણ બેઠકોનું નુકસાન થયું છે.

(10:06 pm IST)