Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

ઓવૈસીની AIMIMની બિહારમાં એન્ટ્રી: નીતિશ કુમાર - ભાજપના ગઠબંધન તેમજ RJD માટે પડકારજનક

પાંચ બેઠકની પેટા ચૂંટણીમાં માત્ર એક બેઠક પર ગઠબંધનની જીત : બે સીટમાં આરજેડી અને એક બેઠકમાં અપક્ષનો વિજય : કિશનગંજ બેઠક પર AIMIMએ ખાતુ ખોલાવ્યું

પટના : બિહારની પાંચ વિધાનસભા બેઠકો પર થયેલ પેટા ચૂંટણીમાં સત્તાધારી ભાજપ અને જેડીયૂએ હારનો સામનો કરવો પડ્યો છે. પાંચમાંથી માત્ર એક બેઠક પર જ ગઠબંધનના ઉમેદવારની જીત થઇ શકી છે.જયારે  કિશનગંજ બેઠક પર એઆઇએમઆઇએમે ખાતુ ખોલાવ્યું છે.

બિહારની કિશનગંજ બેઠક પર ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લમીન (AIMIM)એ ખાતુ ખોલાવ્યું છે. એઆઇએમઆઇએમ ઉમેદવાર કમરુલ હોદાએ બીજેપી ઉમેદવાર સ્વીટી સિંહને 10,000થી વધારે મતોથી હરાવ્યા છે. રાજ્યના મુસ્લિમ બહુમતી ધરાવતા સીમાંચલ વિસ્તારની કિશનગંજ બેઠક પર એઆઇએમઆઇએમ ઉમેદવારની જીતનો અર્થ ન માત્ર રાજદના સમીકરણ માટે પરંતુ સત્તાધારી પાર્ટીના સુપ્રિમો નીતિશ કુમાર માટે પણ ખતરાની ઘંટી છે.

 બિહારની પેટાચૂંટણીમાં એક બેઠક પર જ ગઠબંધનના ઉમેદવારની જીત થઇ છે. બે પર રાજદના જ્યારે એક બેઠક પર અપક્ષ ઉમેદવારની જીત થઇ છે. સૌથી ચોંકવાનારી વાત છે કે, મુસ્લિમ મતદારોમાં પણ નીતિશ કુમારની છબી લોકપ્રિય રહી છે. તોપણ તેમના ગઠબંધનને હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે આ બેઠક જેડીયૂના ખાતાની હતી.

(9:41 pm IST)