Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

બાબા રામદેવ ઉપરના આપત્તિજનક વિડીયો હટાવી લ્યો

દિલ્હી હાઇકોર્ટનો સોશ્યલ મીડીયા પ્લેટફોર્મને કડક આદેશ : ફેસબુક, ગુગલ, ટુ ટયુબ અને ટવીટરને અપમાનજનક સામગ્રી આંશિક નહિં સંપૂર્ણ રીતે બ્લોક કરવા જણાવ્યું

નવી દિલ્હીઃ સોશ્યલ મીડીયા મીડીયા પ્લેટફોર્મ ફેસબુક, ગુગલ, યુ ટયુબ અને ટવીટરને યોગ ગુરૂ બાબા રામદેવના આપત્તીજનક વિડીયો લીંક વૈશ્વિક સ્તરે બ્લોક કે નિષ્ક્રીય કરવા દિલ્હી હાઇકોર્ટે આદેશ આપ્યો છે.

જસ્ટીસ પ્રતિભા એમ સિંહે જણાવેલ કે ફકત ભારતના યુઝર્સ માટે આપત્તિ જનક લીંક નિષ્ક્રીય કે બ્લોક કરવા પૂરતુ નથી. કોર્ટે જણાવેલ કે સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ લોકોની આંશીક નહિ પણ પુરી રીતે તેમની પહોંચ રોકે.

હાઇકોર્ટે જણાવેલ કે ટેકનોલોજી અને કાયદા વચ્ચેની રેસને સસલા અને કાચબાની રેસ કહી શકો છો. જયાં ટેકનોલોજી મોટી છલાંગ લગાવે છે. ત્યાં કાયદો પણ પોતાની ગતિ બનાવી રાખે છે. તેમણે વધુમાં જણાવેલ કે માહિતી ટેકનોલોજી કાયદાની જોગવાઇઓની વ્યાખ્યા એવી રીતે થવી જોઇએ કે ન્યાયીક આદેશ પ્રભાવી રૂપે સુનિશ્ચિત કરી શકાય.

 સોશ્યલ મીડીયા પ્લેટફોર્મને નિર્દેશ આપેલ કે પ્લેટફોર્મના કોમ્પ્યુટર નેટવર્ક ઉપર ભારતની અંદરથી અપલોડ થનારી બધી અપમાનજનક સામગ્રીઓને વેૈશ્વિક આધારે બ્લોક કરવાની રહેશે. અદાલતના નિર્દેશો બાદ સોશ્યલ મીડીયા પ્લેટફોર્મએ જણાવેલ કે તેમને યુઆરએલને બ્લોક કરવા અને તેને અસક્ષમ કરવામાં કોઇ વાંધો નથી

(1:00 pm IST)