Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

મહારાષ્ટ્રમાં જીતના માહોલ વચ્ચે ફડણવીસના પંકજા મુંડે સહીત છ જેટલા કદ્દાવર મંત્રી પાછળ

સીએમ દેવેન્દ્ર ફડણવીસ માટે શરૂઆતી રૂઝાનમાં ચિંતાજનક સ્થિતિ

મુંબઈ : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યાં છે રાજ્યની કુલ 288 વિધાનસભા બેઠકોની ચૂંટણીના પરિણામોમાં રાજ્યમાં ભાજપ અને શિવસેના સરકાર રચતી જણાય છે. પરંતુ આ જીત વચ્ચે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ વચ્ચે ચિંતાજનક સ્થિતિ ઉભી થઈ છે.

  મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાની યુતી 165 બેઠકોની આસપાસ ચાલી રહી છે. અહીં બહુમતિ માટે 145 બેઠકોની જરૂર છે. જે ભાજપ-શિવસેનાને મળતી જણાય છે. પરંતુ ભાજપના એક બે નહીં પણ 6 કદ્દાવર મંત્રીઓ જ પાછળ ચાલી રહ્યાં છે.

ફડનવીસ સરકારમાં કેબિનેટનો ભાગ રહેલા અતુલ સવે, વિજય શિવતારે, બાલા ભેગડે, મદન યરાવર, રામ શિંદે અને પંકજા મુંડે પાછળ ચાલી રહ્યાં છે.

આ નેતાઓમાં સૌથી આશ્ચર્ય પંકજા મુંડેને લઈને છે. તેઓ ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ગોપીનાથ મુંડેના પુત્રી છે. તેમજ તેઓ ફડણવીસ સરકારમાં કદ્દાવર મંત્રી છે સાથે જ ભાજપનો જાણીતો ચહેરો પણ. પંકજા મુંડેનું નામ અગાઉ ચિક્કી કૌભાંડમાં સામે આવ્યું હતું

(12:01 pm IST)