Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

ધોધમાર વર્ષાની આગાહી

મુંબઇમાં દિવાળીએ ફટાકડા સાથો સાથ વરસાદ પણ જામશે

નવી દિલ્હીઃ હવામાન ખાતાના વર્તારા મુજબ આ દિવાળીએ મુંબઇમાં દિવાળી વર્ષાભીની રહેશે. કેટલાક સ્થળોએ ભારે વરસાદ પણ પડશે. દરમિયાન રાયગઢ પંથકમાં માટે રેડ એલર્ટ જાહેર થયું છે.

રત્નાગીરીમાં પણ ભારે વરસાદની ચેતવણી છે. મુંબઇમાં ૨૬-૨૭ ભારે વરસાદની ચેતવણી અપાયેલ છે. જયારે ૨૪-૨૫ના ગાજવીજ અને વરસાદની આગાહી છે.

રાયગઢમાં ૨૪-૨૫ના ગાજવીજ, તોફાની પવન સાથે ભારે વરસાદ ૨૬ના ભારે વરસાદ અને ૨૭ના ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.

રત્નાગીરીમાં આવતીકાલે શુક્રવારે અતિ ભારે - તોફાની વરસાદની આગાહી છે. જયારે શનિ-રવિવારે કાળી ચૌદશ-દિવાળીએ ગાજવીજ અને વરસાદ રહેશે.

મુંબઇમાં પણ શનિ-રવિ કાળી ચૌદશ-દિવાળી ભારે વરસાદની આગાહી છે. પાલઘર-થાણે વિસ્તારમાં પણ રવિવાર સુધી ગાજવીજ અને વરસાદી માહોલ રહેવા સંભવ છે.

(11:38 am IST)