Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

વિલીનીકરણ, કુવ્યવસ્થા અને ભારે નુકસાન પછી મૂડીવાદીઓને સસ્તા ભાવે વેચી નાખવું

BSNL અને MTNLના વિલીનીકરણ મુદ્દે સરકાર પર આકરા પ્રહાર કરતા રાહુલે ટ્વીટ કર્યું

 

નવી દિલ્હી:કેન્દ્ર સરકાર દ્વારા BSNL અને MTNLના વિલીનીકરણની જાહેરાત પર વિપક્ષ દળોએ સરકારના નિર્ણયની ભારે ટીકા કરી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકારના નિર્ણય પર પીએમ મોદી પર નિશાન સાધતા ટ્વિટ કરી હતી. રાહુલ ટ્વિટમાં લખ્યું હતું કે, જાહેર ક્ષેત્રની બંને દૂરસંચાર કંપનીઓને ક્રોની કેપિટલિસ્ટને સસ્તા ભાવે વેચવામાં આવી રહી છે.

રાહુલે ટ્વિટ દ્વારા કહ્યું કે, પ્રથમ પગથિયું: વિલીનીકરણ, બીજુ: કુવ્યવસ્થા, ત્રીજુ: ભારે નુકસાન અને ચોથુ: મૂડીવાદીઓને સસ્તા ભાવે વેચી દેવું.

  અત્રે ઉલ્લેખનીય છે કે બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં જાહેર ક્ષેત્રની બંને કંપનીઓ માટે 68,751 કરોડ રુપિયાના પેકેજને મંજૂરી આપવામાં આવી હતી. નિર્ણય હેઠળ MTNLનું BSNLમાં વિલીનીકરણ, કર્મચારીઓ માટે સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ યોજના અને 4જી સ્પેક્ટ્રમની ફાળવણી સામેલ છે.

(1:10 am IST)