Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

ઇન્ડિયન અમેરિકન ૧૩ વર્ષીય આર્યન અગરવાલ તથા અનિશ કોરાપટીનું અનોખુ અભિયાનઃ નબળી દૃષ્ટિ ધરાવતા પરંતુ ચશ્મા નહીં ખરીદી શકતા લોકો માટે ''આઇ ગ્લાસ ડ્રાઇવ'' લોંચ કર્યુઃ ૪૦૦ જોડી ચશ્મા ભેગા કરવાની નેમ સાથે લોંચીંગ કરાતા જ ૧૦૦ જોડી ભેગા થઇ ગયા

ન્યુજર્સીઃ યુ.એસ.ના ન્યુજર્સીમાં અભ્યાસ કરતા ઇન્ડિયન અમેરિકન ર સ્ટુડન્ટ ૧૩ વર્ષીય આર્યન અગરવાલ તથા અનિશ કોરાપટીએ ''આઇગ્લાસ ડ્રાઇવ'' લોંચ કર્યુ છે.

આ ડ્રાઇવ અંતર્ગત નબળી દૃષ્ટિને કારણએ ચશ્મા ધરાવતા પરંતુ ખરીદી નહીં શકતા લોકો માટે ચશ્મા ભેગા કરવાનું ધ્યેય છે. બંને કિશોરો ૪૦૦ જોડી ચશ્મા ભેગા કરવા માંગે છે જે પૈકી ૧૦૦ જોડી ભેગા થઇ પણ ગયા છે.

બંને કિશોરો અભ્યાસ ઉપરાંત અન્ય પ્રવૃતિઓમાં પણ એટલો જ રસ ધરાવે છે. જે પૈકી અનિશએ લેટર્સ ઓફ લિટરેચર સ્પર્ધામાં છેલ્લા ર વર્ષ દરમિયાન ૩ એવોર્ડ મેળવેલા છે. તથા આર્યન સ્ટેટ તથા નેશનલ કક્ષાએ ચેસ ટુર્નામેન્ટમાં અનેક વખત વિજેતાપદ મેળવી ચૂકયો છે.

(12:00 am IST)