Gujarati News

Gujarati News

News of Thursday, 24th October 2019

ઇન્ડિયન અમેરિકન વ્યવસાયી શ્રી થાનેદાર મિચીગન સ્ટેટ હાઉસમાં પ્રતિનિધિત્વ કરવા મેદાનમાં: ડેટ્રોઇટના ૩જા લેજીસ્લેટીવ ડીસ્ટ્રીકટમાંથી ચૂંટણી લડશેઃ આ અગાઉ ડેટ્રોઇટ મેયર તથા સ્ટેટ ગવર્નર પદ માટેની ચૂંટણીમાં પાંખી બહુમતિથી પરાજીત થયા હતા

મિચીગનઃ ઇન્ડીયન અમેરિકન શ્રી થાનેદાર મિચીગન સ્ટેટ હાઉસ માટે ડેટ્રોઇટના ૩જા લેજીસ્લેટીવ ડીસ્ટ્રીકટમાંથી ચૂંટણી લડી રહ્યા છે.

આ અગાઉ તેઓ સ્ટેટ ગવર્નર તથા ડેટ્રોઇટ મેયર પદ માટે પણ ચૂંટણી લડી ચૂકયા છે. જે સમયે તેઓની પાંખી બહુમતિથી શરૂ થઇ હતી.

ડેટ્રોઇટના ૩જા ડીસ્ટ્રીકટના વર્તમાન રીપ્રેઝન્ટેટીવ રિપબ્લીકન વેન્ડેલની મુદત પૂરી થતી હોવાથી શ્રી થાનેદારે ઉપરોકત સીટ ઉપરથી ચૂંટણી લડવાનું શરૂ કર્યુ છે. તેઓ ડેટ્રોઇટના લોકોનું જીવન ધોરણ ઊંચુ લાવવાની નેમ ધરાવે છે. ઉપરાંત હેલ્થકેર, જોબ,સ્કિલ ટ્રેનીંગ સહિતના ક્ષેત્રે સુવિધાઓ વધારવા માંગે છે.

ભારતમાં ગરીબીમાં ઉછરેલા તથા અમેરિકામાં સધ્ધર થયેલા આ વ્યવસાયી તમામ લોકો માટે પૂરતી રોજગારી નિર્માણ કરવાની નેમ સાથે આગળ વધી રહ્યા છે.

(7:56 pm IST)