Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

મિઝોરમ વિધાનસભા ચૂંટણી: કોંગ્રેસે 40 ઉમેદવારોની યાદી જાહેર કરી

મુખ્યમંત્રી લાલ થનહવલાને શિરચિપ્પ વિધાનસભા બેઠકની ફરીથી ટિકિટ

આઈઝોલઃ ઉત્તર પૂર્વમાં કોંગ્રેસની સત્તા ધરાવતા રાજ્ય મિઝોરમમાં પાર્ટી દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે કોંગ્રેસે રાજ્યની તમામ 40 બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે કોંગ્રેસના મુખ્યમંત્રી લાલ થનહવલાને શિરચિપ્પ વિધાનસભા બેઠકની ફરીથી ટિકિટ અપાઈ છે. 

  નવેમ્બર અને ડિસેમ્બરમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, મિઝોરમમાં તમામ બેઠક પર 28 નવેમ્બરના રોજ મતદાન થનાર છે  મિઝોરમની સાથે મધ્યપ્રદેશમાં પણ એ જ દિવસે મતદાન થશે  આ ઉપરાંત, છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગાણામાં પણ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. 11 ડિસેમ્બરે તમામ રાજ્યોમાં મતગણતરી થશે.

(11:52 pm IST)