Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

રશિયા બાદ હવે ઇઝરાયલ સાથે મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ ‘બરાક-8’ ખરીદશે ભારત

ઇઝરાયલની એરોસ્પેસ ઈન્સ્ટ્રીઝને 777 મિલિનય ડૉલરનો કોન્ટ્રાક્ટ

નવી દિલ્હી :ભારતે ઇઝરાયલના આધુનિક મિસાઇલ ડિફેન્સ માટે એક મોટો કરાર કર્યો છે. રિપોર્ટ મુજબ, આ મિસાઇલ માટે ઇઝરાયલની એરોસ્પેસ ઈન્સ્ટ્રીઝને (આઈએઆઈ) 777 મિલિનય ડૉલરનો કોન્ટ્રાક્ટ મળ્યો છે.

 આ કોન્ટ્રાક્ટ હેઠળ ઇઝરાયલની કંપની ભારતીય નૌસેનાના 7 જહાજોને એલઆરએસએએમ એર અને મિસાઇલ ડિફેન્સ સિસ્ટમનો પુરવઠો આપશે.. ઉલ્લેખનીય છે કે આ સિસ્ટમનો ઉપયોગ ઇઝરાયલી નૌસેના સિવાય ભારતીય નૌકાદળ, વાયુ સેના અને આર્મી પણ કરે છે.

 આઈએઆઈના મુખ્ય કાર્યકારી અધિકારી નિમરદ શેફરે કહ્યું, ‘ભારતની સાથે અમારી ભાગીદારી વર્ષો જૂની છે અને અમે સંયુક્ત રૂપથી સિસ્ટમના વિકાસ અને ઉત્પાદન પર કામ કરી રહ્યાં છે.’

  તેમણે વધુમાં કહ્યું કે ભારત આઈએઆઈ માટે મોટું માર્કેટ છે, તેથી અમે ભારતમાં પોતાની સ્થિતિને વધુ મજબૂત કરવાની દિશામાં કામ કરી રહ્યાં છે.

(11:23 pm IST)