Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

ભારત ઈઝરાયલ પાસેથી ખરીદશે મિસાઈલ ડિફેન્સ સિસ્ટમ:નેવીના જહાજોમાં ગોઠવાશે

 

નવી દિલ્હી :રશિયા બાદ ભારત હવે ઈઝરાયલ પાસેથી પણ એર ડિફેન્સ સિસ્ટમ ખરીદશે. આ માટે આઈએઆઈને મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. આઈએઆઈ ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડની સાથે 5.684 કરોડની આ ડીલમાં ભાગીદાર છે.

   એક અહેવાલ મુજબ આ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમને નેવીના 7 જહાજો પર ગોઠવવામાં આવશે. આ પહેલા ભારતે રશિયા સાથે એસ 400ને લઈ ડીલ કરી હતી.

 

(7:07 pm IST)