Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

સુરણ ખાવાથી ચરબી ઘટે છેઃ બાળકોનો બાંધો સુ઼દ્રઢ, સ્ટ્રોંગ અને ઉંચાઇ વધારવા આ કંદમુળનો ઉપયોગ કરવા કરીના કપૂરની ડાયેટિશ્યન ઋજુતા દિવેકરની સલાહ

ડાયેટિંગ કરનાર અથવા તો વજન ઉતારવાની કોશિશ કરનાર દરેક વ્યક્તિ એક વાત તો માની જ જશે કે કમર અને સાથળ પરની ચરબી ઓછી કરવી એ સૌથી મુશ્કેલ કામ છે. પરંતુ આજે અમે તમને એક એવા કંદ વિષે જણાવવા જઈ રહ્યા છે જે ખાવાથી તમારી કમર પરની ચરબી ઝડપથી ઘટવા માંડશે. કરીના કપૂરની ડાયેટિશિયન ઋજુતા દિવેકર પણ સૂરણ ખાવાની તરફેણ કરે છે. સૂરણના ફાયદા જાણીને તમે પણ નિયમિત સૂરણ ખાતા થઈ જશો.

બાળકો માટે ફાયદાકારકઃ

બાળકો ઝડપથી ઉછરતા હોય તે ઉંમરમાં તેમને સૂરણ ખવડાવવાથી અનેક ફાયદા થાય છે. આ કારણે તેમના હોર્મોન્સ બૂસ્ટ થાય છે જેને કારણે તેમનો બાંધો સુદૃઢ બને છે, હાઈટ વધે છે અને તે સ્ટ્રોન્ગ બને છે.

હંમેશા યુવાન દેખાશોઃ

પોતાની ઉંમર કરતા મોટા દેખાતા લોકો માટે પણ સૂરણ ફાયદાકારક છે. જે લોકોની ચામડી ઢીલી પડી ગઈ હોય, ચહેરા પર ધબ્બા પડી ગયા હોય તેવા લોકોએ નિયમિત સૂરણ ખાવુ જોઈએ. સૂરણમાં ઈસોફ્લાવોનેસ નામનું તત્વ રહેલુ છે જેને કારણે તમારી ત્વચા ટાઈટ અને સ્મૂધ બને છે.

કમરનો ઘેરાવો ઘટાડેઃ

જે લોકોને કમર પર ચરબીના વધુ થર હોય અથવા તો ફાંદ મોટી હોય તેમને સૂરણ ખાવાથી અનેક ફાયદા થાય છે. તમને ઈરિટેબલ બોવેલ સિન્ડ્રમ અથવા તો અનિયમિત પાચનતંત્રની તકલીફ હોય તો તમારુ પેટ ફૂલી જાય છે. સુરણને કારણે તમારુ પાચનતંત્ર મજબૂત બને છે અને તેમાં રહેલા બેક્ટેરિયા ખોરાકને પચવામાં મદદ કરે છે. આથી કમરનો વધુ ઘેરાવો ધરાવતા અથવા તો ફાંદ ધરાવતા લોકો માટે સૂરણ ખાવુ ફાયદાકારક છે.

આ રોગોમાં ફાયદાકારકઃ

સૂરણ હૃદય રોગ, ડાયાબિટીસ, સ્થૂળતા અને કેન્સર જેવા રોગોમાં ફાયદાકારક છે. તેમાં વિટામિન્સ, મિનરલ્સ, ફાઈબર અને ફાઈટોન્યુટ્રિયન્ટ્સ રહેલા હોય છે જેને કારણે આ તમામ રોગોમાં સુધારો જોવા મળે છે.

યાદશક્તિ અને એકાગ્રતા વધારેઃ

સુરણમાં ઝિંક, પોટેશિયમ, સેલેનિયમ, ફોસ્ફરસ અને કેલ્શિયમ રહેલા હોય છે. તેને કારણે યાદશક્તિ અને એકાગ્રતા વધે છે. તે શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ સુધારે છે અને શરીરના બહાર કે આંતરિક ભાગમાં સોજા પણ ઘટાડે છે. આયુર્વેદમાં જણાવ્યા મુજબ થાક લાગ્યો હોય, બંધ કોષ કે પાઈલ્સની સમસ્યામાં પણ સૂરણ રામબાણ ઈલાજ છે.

કેવી રીતે ખાવુ જોઈએ?

વાસ્તવમાં સૂરણ એ આપણુ ફાસ્ટ ફૂડ છે. તેને બાફીને શાક બનાવી ખાઈ શકાય. અથવા તો તેને શેલો ફ્રાય કરીને પણ ખાઈ શાય છે.

(5:32 pm IST)