Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

વિશ્વમાં જુદા-જુદા અનેક અેવા દેશો છે, જ્યાં દિવસની સરખામણીઅે નાઇટ લાઇફ માણવાની મજા જ અલગ

વિશ્વના ઘણા એવા દેશો છે જ્યાં જીવનમાં એકવાર જવાનું સપનું ઘણા લોકો જોવે છે. આમાંથી કેટલાક શહેરો એવા પણ છે જ્યાં દિવસની સરખામણીએ રાત્રે ફરવાની વધારે મજા આવે છે. લોકો આ શહેરોની નાઈટલાઈફ માણવા માટે દૂર દૂરથી આવે છે. આગળ વાંચો દુનિયાના એવા શહેરો વિશે જ્યાંની નાઈટલાઈફ ઘણી જ હેપનિંગ હોય છે.

પેરિસ, ફ્રાંસ

પેરિસ વિશ્વભરના લોકો માટે સૌથી રોમેન્ટિક ડેસ્ટિનેશન પૈકીનું એક છે. આ શહેરની ખૂબસુરતી ફક્ત દિવસે જ નહીં રાત્રે પણ જોવા જેવી હોય છે. રાત્રે અહીંના રસ્તાઓ પર લટાર મારવાનો આનંદ લેતાં ઘણા લોકો નજરે ચડશે. સીન નદીનો કિનારો લવ-બર્ડ્સને આકર્ષિત કરે છે.

એમ્સ્ટર્ડમ, નેધરલેન્ડ્સ

એમ્સ્ટર્ડમ એક ખૂબ સુરત શહેર છે અને રાત્રે આ શહેરની ખૂબસરતી દસ ગણી વધી જાય છે. ઘણા લેટ નાઈટ કેફે, ડિસ્કો, બાર, કોન્સર્ટ, ક્લબ અને લીગલ રેડ લાઈટ એરિયા સાથે આ શહેર ખૂબ હેપનિંગ લાગે છે. એમ્સ્ટર્ડમની નાઈટ લાઈફની જેટલી એક્સપ્લોર કરો તેટલી ઓછી છે.

બેંકોક, થાઈલેન્ડ

બેંકોકના નાઈટ માર્કેટમાં શોપિંગ કરવાની એક અલગ જ મજા છે. શોપિંગ સિવાય અહીં સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડની પણ મજા લઈ શકો છો. બેંકોકના માર્કેટ ઘણા જાણીતા છે. અહીં તમને સસ્તી, મોંઘી, અસલી-નકલી દરેક પ્રકારની વસ્તુઓ મળી રહેશે.

ટોકિયો, જાપાન

ટોકિયોમાં રાત્રે ફરવું મજેદાર બની રહેશે. સ્વાદિષ્ટ ખાવાનું, કેરિયોકે બાર, નાઈટક્લબ ટોકિયોની નાઈટલાઈફમાં બધું જ સામેલ છે. ટોકિયોમાં રાત્રે ફરવાનો ફંડા સિંપલ છે- ખૂબ ખાઓ અને ખૂબ ખરીદો.

(5:27 pm IST)