Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

હાર્દિક પટેલ ભાન ભુલ્યાઃ મોદી-શાહ-શિવરાજ ઉપર અણછાજતા આક્ષેપોનો મારો

નવીદિલ્હી તા.૨૪: હાર્દિક પટેલે મધ્યપ્રદેશના કટનીના બહોરીબંદ ધારાસભા વિસ્તારમાં બાકલમાં જનસભાને સંબોધન દરમિયાન શિવરાજસિંહ સરકાર ઉપર તુટી પડયા હતા. તેમણે જણાવેલ કે શિવરાજ સરકારે ત્રણ કામને બાદ કરતા ૧૫ વર્ષમાં કોઇ કામ નથી કયુંર્. પહેલું વ્યાપમ કોૈભાંડ સાથે જોડાયેલ ૧૦૦ થી વધુ વ્યકિતઓની હત્યાનું કામ, બીજુ ખેડૂતો ઉપર ગોળીઓ ચલાવવાનું અને ત્રીજુ માં નર્મદાની છાતી છલ્લી કરવા સિવાય ૧૫ વર્ષમાં કોઇ કામ કર્યું નથી.

હાર્દિકે વધુમાં જણાવેલ કે ગુજરાતમાં અમે જેની સામે લડી રહયા છીએ તે મોટા ગુંડા છે. અમિતભાઇ શાહ અને નરેન્દ્રભાઇ મોદી, મામા તો ગુંડા પણ નથી. મામા સામે લડો અને પોતાનો અધિકાર માંગો. તેમણે વધુમાં ઉમેરેલ કે ઓબામા જયારે અમેરિકાના રાષ્ટ્રપતિ હતા ત્યારે તેમણે પાકિસ્તાનમાં ઘુસી લાદેનનો ખાત્મો બોલાવેલ. આપણે અત્યાર સુધી નથી સાંભળ્યું કે મનમોહનસિંહ અને ઓબામાના જીવને ખતરો હોય પણ આપણા સાહેબે આવું કંઇ કર્યું નથી. છતા જયારે સાંભળો ત્યારે મોદીના જીવને ખતરો હોવાનું સંભળાય છે.

પાસ સુપ્રીમોએ જનતાને પણ કહયું હતું કે તેમને ખોટું બોલવાની ટેવ હતી તમને બધાને ખોટુ સાંભળવાની આદત હતી. એટલે તેઓ મધ્યપ્રદેશમાં ૧૫ વર્ષથી શાસન કરી રહયા છે. ભાજપે એક પણ એવી યોજના નથી આપી જેથી ખેડૂતોને ફાયદો થાય. ભાવાન્તર યોજના ફકત અને ફકત મંડીઓમાં ૨૦૦ કરોડના કોૈભાંડ કરવામાં કામ આવી હોવાનું પણ તેમણે જણાવેલ.

સભા સંબોધન દરમિયાન હાર્દિક પટેલે ૨૦૧૯ અંગે પણ વાત કરતા જણાવેલ કે તેઓ કહેશે કે ૨૦૧૪માં અમે ૧૫ લાખ આપવાનો વાયદો કરેલ,એ સમયે થોડી મુશ્કેલી થઇ ગઇ એટલે ૧૫ લાખ ન આપી શકયા. ૨૦૧૯માં બીજા ૧૫ લાખ આવશે એટલે બંન્ને ભેગા કરી ૩૦ લાખ રૂપિયા આપીશુું અંતમાં હાર્દિકે જણાવેલ કે, હું છાતી ઠોકીને કહું છું કે જનતા ફરી ઓગળી જશે અને તેઓને ફરી મત આપી દેશે.(૧.૨૫)

(3:35 pm IST)