Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

આલોક વર્મા ખૂબ સમજુ, મજબુરીથી ઉચ્ચ અફસર સામે પગલાં લેતા હશે

CBIવડાના એક સમયના સાથી અફસર 'અરૂણ ભગત'નું વિસ્ફોટક બ્યાનઃ રર વર્ષની ઉંમરે IPS સેવામાં સામેલ CBI ચિફ ખુબ સુધારાવાદી અને ધીરગંભીરઃ મહિલા પી.સી.આર. વાનનો વિચાર તેઓએ જ કરી દિલ્હીમાં તેને અમલમાં મુકેલ

નવી દિલ્હી તા.૨૪: આવતા વર્ષે જાન્યુઆરીમાં સીબીઆઇ વડા તરીકે રીટાયર થનાર આલોક વર્માને એવા પોલીસ અધિકારી ગણવામાં આવે છે જેણે પોલીસ સેવાને બહેતર બનાવવા માટે ઘણી નવી યોજનાઓ શરૂ કરી હતી.

આલોક વર્માએ પોતાના ૩૫ વર્ષના કાર્યકાળમાં અત્યાર સુધીમાં કેન્દ્ર શાસિત પ્રદેશોના પોલીસ વડાનાં પદથી લઇને તિહાર જેલના ડીજીપી અને દિલ્હી પોલીસ કમિશ્નરનો હોદો પણ સંભાળ્યો છે. ૧૯૭૯ બેંચના આઇપીએસ અધિકારી આલોક વર્મા એ માત્ર રર વર્ષની ઉંમરે ભારતીય પોલીસ સેવામાં પ્રવેશ કર્યો હતો.

દિલ્હી પોલીસમાં જુદા-જુદા હોદ્દાઓ પર રહીને તેમણે ઘણા સુધારાવાદી પગલાઓ ઉઠાવ્યા હતા. જેમાં ૨૦૧૬માં દિલ્હી પોલીસ કમિશ્નર તરીકે તેમણે મહિલા પીસીઆર શરૂ કરાવવાથી માંડીને દિલ્હી પોલીસમાં પારદર્શકતા લાવવાના ઘણા પ્રયત્નો કર્યા હતા.જો હમણાની વાત કરીએ તો સીબીઆઇના સ્પેશ્યલ ડાયરેકટર રાકેશ અસ્થાનાએ પોતાના વિરૂદ્ધ એફઆઇઆર દાખલ થયા પછી આલોક વર્મા સામે સીવીસીમાં કહેવાતા ભ્રષ્ટાચારના ૧૦ કેસ દાખલ કર્યા છે.

સીબીઆઇમાં એડીશનલ ડાયરેટકર અને સ્પેશ્યલ ડાયરેકટરના હોદ્દા પર રહી ચુકેલા અરૂણ ભગત, આલોક વર્માને એક અત્યંત સમજદાર અધિકારી ગણાવે છે.

બીબીસીના સંવાદદાતા નવીન નેગી સાથેની વાતચીતમાં અરૂણ ભગતે કહયું, '' આલોક વર્માએ મારી સાથે દિલ્હી પોલીસમાં કામ કર્યું છે. તે એક અત્યંત સમજદાર અધિકારી છે. અને જલ્દબાજીથી કામ કરનાર અધિકારી નથી. તે એકદમ ધીરજથી કામ કરે છે. પણ આલોક વર્માની સામે જરૂર કંઇક મજબુરી હશે જેના લીધે તે આટલા મોટાઅધિકારી વિરૂદ્ધ આ પગલાઓ લઇ રહયા છે. તેમણે પોતાના નજીકનાઅધિકારીઓ સાથે સલાહ સૂચનો પણ કર્યા હશે. જો એમ ન હોય તો તે આવું ન કરે.''

દેશની સોૈથી મોટી તપાસ એજન્સી સીબીઆઇની કામ કરવાની પદ્ધતિ પર પહેલા પણ ઘણીવાર પ્રશ્નો થયા છે. સીબીઆઇને પીંંજરામાં બંધ પોપટ જેવા વિશેષણોથી પણ નવાજવામાં આવી ચુકી છે.સીબીઆઇના બે અધિકારીઓ જાહેરમાં એક બીજા પર આક્ષેપ કરતા હોય તેવો આ પહેલો બનાવ છે. સરકાર સામે આ વિવાદને સુલઝાવીને સાથે સાથે સીબીઆઇની ઘટી રહેલી શાખને બચાવવાનો પણ પડકાર ઉભો થયો છે.(૧.૨૪)

(3:35 pm IST)