Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

'ચેમ્પિયન્સ ઓફ અર્થ' એવોર્ડ બાદ પીએમ મોદીને મળશે 'સિઉલ પીસ પ્રાઇઝ'

આ ફાઉન્ડેશને મોદી સરકારની ભ્રષ્ટાચાર રોકવાની અને નોટબંધીના નિર્ણયની પ્રશંસા કરી છે

નવી દિલ્હી તા. ૨૪ : ભારતીય અને વૈશ્વિક અર્થવ્યવસ્થાના વિકાસમાં યોગદાન બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ વર્ષે સોલ પીસ પ્રાઈઝ આપવામાં આવશે. સિઉલ પીસ પ્રાઈઝ કલ્ચરલ ફાઉન્ડેશને બુધવારે આ જાહેરાત કરી. દક્ષિણ કોરિયાના આ ફાઉન્ડેશને ધનિકો અને ગરીબો વચ્ચેના સામાજિક-આર્થિક તફાવતને દૂર કરવા માટે 'મોદી નોમિકસ'ની પ્રશંસા કરી છે

 પીએમ મોદીને એક અવોર્ડ, તકતીનીપસંદગી સમિતિના અધ્યક્ષ ચો ચુંગ-હૂએ કહ્યું કે, '૧૨ સભ્યોની કમિટીએ દુનિયાભરમાંથી ૧૦૦થી વધુ ઉમેદવારોમાંથી ભારતના પ્રધાનમંત્રીની પસંદગી કરી. પ્રાઈઝના દાવેદારોમાં હાલના અને પૂર્વ રાષ્ટ્રાધ્યક્ષ, રાજનેતા, બિઝનેસમેન, ધાર્મિક નેતા, સ્કોલર, પત્રકાર, કલાકાર, એથલિટ, આંતરરાષ્ટ્રીય સંગઠનો સામેલ હતા. કમિટીના મતે મોદી 'પર્ફેકટ કેન્ડિડેટ' છે.'

મોદી સિઉલ પીસ પ્રાઈઝ મેળવનારા ૧૪મા વિજેતા છે. સાથે ૨ લાખ ડોલર એટલે કે પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે પીએમ મોદીના નામની જાહેરાત થયા બાદ વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારે આ અંગે ટ્વિટ કર્યું. તેમણે લખ્યું કે, 'શાંતિ, માનવ વિકાસમાં સુધારો અને ભારતની લોકશાહી મજબૂત કરવાની દિશામાં કરેલા યોગદાન બદલ પીએમને સિઉલ પીસ પ્રાઈઝ આપવામાં આવશે. દક્ષિણ કોરિયાનો આ પુરસ્કાર મેળવનારા વ્યકિતઓમાં સંયુકત રાષ્ટ્રના પૂર્વ મહાસચિવ કોફી અન્નાન અને બાન કી-મૂન પણ સામેલ છે.' આશરે ૧.૪૬ કરોડ રૂપિયા આપવામાં આવશે.

કમિટીએ મોદી સરકારની ભ્રષ્ટાચાર રોકવાની અને નોટબંધીના નિર્ણયની પ્રશંસા કરી છે. સક્રિય વિદેશ નીતિ દ્વારા ક્ષેત્રીય અને વૈશ્વિક શાંતિ માટે કરેલા પ્રયાસ માટે કમિટીએ 'મોદી ડોકિટ્રન' અને 'એકટ ઈસ્ટ પોલિસી'ના વખાણ કર્યા છે.(૨૧.૨૨)

(3:33 pm IST)