Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

લાલુ યાદવના પરિવારને આંચકો

ઇન્કમ ટેકસ ડિપાર્ટમેન્ટ એટેચ કરેલી ૧૭ પ્રોપર્ટી જપ્ત કરશેઃ ૧૨૮ કરોડ રૂપિયાની બેનામી પ્રોપર્ટીઝ ગુમાવવાની શકયતા

પટના તા ૨૪ : બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને RJD ના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવના પરિવારના સભ્યો ટૂંક સમયમાં પટના અને દિલ્હીના વૈભવી વિસ્તારોમાંની તેમની પ્રોપર્ટીન્ ગુમાવેએવી શકયતા છે. બેનામી સોદા વિરોધી સુધારિત કાયદા હેઠળ ઇન્કમ-ટેકસ ડિપાર્ટમેન્ટે ૧૨૭.૭૫ કરોડ રૂપિયાની ૧૭ પ્રોપર્ટી ૨૦૧૭ ના સપ્ટેમ્બર મહિનામાં એટેચ કરી હતી. હંગામી ધોરણે જપ્ત કરવામાં આવેલી પ્રોપર્ટીઝનો કબજો મેળવવાની કાર્યવાહીઇન્કમ-ટેકસ ડિપાર્ટમેન્ટ ટૂંક સમયમાં કરે એવી શકયતા છે.

 એટેચ કરવામાં આવેલી પ્રોપર્ટીઝ લાલુ પ્રસાદ યાદવનાં નજીકનાં રિલેટીવ્સે બનાવટીઞનિષ્ક્રિય કંપનીઓની મદદથી UPA સરકારમાં તેઓ રેલ્વે પ્રધાન હતા ત્યારના કાર્ય કાળમાં ખરીદી હતી. ત્યારપછી તેેમણે એ પ્રોણર્ટીઝ લાલુ યાદવની પત્ની રાબડી દેવી, તેમના દીકરા અને બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ, દીકરીઓ ચંદા,મિસા, અને રાગિણી તેમજ જમાઇ શૈલેશકુમારના નામે ટ્રાન્સફર કરી હતી. ઇન્કમ-ટેકસ ડિપાર્ટમેન્ટ એ પ્રોપર્ટીઝને એટેચ કર્યા પછી એના પર કબજો પણ કરી શકશે. એટેચ કરવામાં આવેલી પ્રોપર્ટીઝમાં પટનામાં નવા બંધાતા મોલ, દિલ્હીમાં વૈભવી ઘર અનેદિલ્હી એરપોર્ટ પાસેઅઢી એકર જમીનમાં સ્થાપિત ફાર્મનો સમાવેશ છે. ગયા વર્ષના સપ્ટેમ્બર મહિનામાં પ્રોપર્ટીઝ જપ્ત કરીને બેનામી સંપતિવિરોધી કાયદા હેઠળ ચાર કેસ નોંધવામાં આવ્યા હતાં.

બેનામી સંપતિના કેસમાં લાલુ પ્રસાદ યાદવનો પરિવાર દોષી પુરવાર થાય તો દરેક દોષી વ્યકિતનેસાત વર્ષની કેદ અને સંપતિની બજાર કિંમતની પચીસ ટકા રકમનો દંડ ચુકવવાનું ફરમાન કરવાની શકયતા છે. દોષી વ્યકિત આવતા છ મહિના સુધી ચુંટણી નહીં લડી શકે. દિલ્હીની ધ ન્યુ ફ્રેન્ડ્સ કોલોનીસ્થિત લાલુ યાદવ પરિવારની સંપતિની કિંમત ૪૦ કરોડ રૂપિયા છે AB  એકસપોટ્ર્સને નામે એ પ્રોપર્ટી ખરીદવામાં આવી ત્યારે એની કિંમત પાંચ કરોડ રૂપિયા હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. બનાવટી-નિષ્ક્રિય કંપનીઓ દ્વારા ખરીદવામાં આવેલી ૧૭ પ્રોપર્ટીઝ ટૂંક સમયમાં ઇન્કમ-ટેેકસ ડિપાર્ટમેન્ટના કબજામાં જવાની શકયતા છે. (૩.૨)

(1:42 pm IST)