Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

દિવાળીના તહેવારમાં માત્ર એક રૂપિયામાં ખરીદો સોનુ : કરવો પડશે આ એપનો ઉપયોગ

ડિજિટલ ફાઇનેન્શિય સર્વિસ પ્લેટફોર્મ મોબિકિવકે તેની એપ પર ડિજિટલ ગોલ્ડ લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી

નવી દિલ્હી તા. ૨૪ : સોનાની ખરીદીની વાત કરીએ તો મનમાં વિચાર આવે કે તેને ખરીદવા માટે મોટી રકમ ખીસ્સામાં હોવી જરૂરી છે. એટલે જ સોનાને ધનીકો સાથે જોડવામાં આવી રહ્યું છે. પણ હવે પરિસ્થિતિ બદલાઇ ગઇ છે. હવે તમારા બેંક એકાઉન્ટમાં એક રૂપિયો હોય તો પણ તમે સોનાની ખરીદી કરી શકો છો. આ વાત તમને થોડી અટપટી લાગશે. પણ આ વાત ૧૦૦ ટકા સાચી છે. ખરેખર ડિઝિટલ ફાઇનેંશિયલ સર્વિસ પ્લેટફોર્મ મોબિકિવકે તેની એપ પર ડિઝિટલ ગોલ્ડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. ડિઝિટલ ગોલ્ડની ખરીદી સાથે જ ગ્રાહકોને ૨૪ કેરેટ ગોલ્ડ ખરીદવાનો ચાન્સ મળશે. 

તમારા માટે સોનું ખરીદવા માટે હજારો રૂપિયા હોવા જરૂરી નથી. તમે એક રૂપિયામાં પણ સોનાની ખરીદી કરી શકો છો. કંપની અનુસાર તેઓ દિવાળી બાદ તેમા નવા ફિચર્સ પણ જોડી શકે છે.

આ તહેવારોની સીઝનમાં મોબિકિવકએ સોનાની ખરીદી માટે સેફ ગોલ્ડ સાથે ગઠબંધન કર્યું છે. ગોલ્ડ માટે મોબિકિવકએ એક અલગ જ કેટેગરી બનાવી છે. મોબિકિવક એપનો ઉપયોગ કરનારા લોકો તેમની ઇચ્છા મુજબ ગમે તેટલી રકમના સોનાની ખરીદી કરી શકે છે.

અને ખરીદીના ૨૪ કલાક બાદ તેઓ તેને વેચી પણ શકે છે. ખરીદી કર્યા બાગ ગ્રાહકના'મોબિકિવક ગોલ્ડ' એકાઉન્ટમાં સોનું આવી જશે. ગોલ્ડને વેચવાની બાબતમાં ગ્રાહકોએ એપ સાથે બેંક એકાઉન્ટ લીંક અથવા મોબિકિવક વોલેટમાં પૈસા પ્રાપ્ત કરવાનો વિકલ્પ મળશે.

મોબિકિવકના સહ સંસ્થાપક અને ડાયરેકટર ઉપાસના તાકુએ કહ્યુ કે તહેવારોની સિઝન શરૂ થઇ ગઇ છે. માટે ગોલ્ડની કેટેગરી લોન્ચ કરવાનો આ ઉત્ત્।મ તક ગણી શકાય છે. શરૂઆતની ૧૫ દિવસોમાં જ અમને સારી પ્રતિક્રિયા મળી છે અને અમે ૭ કિલો સોનું વેચી દીધું છે.

(12:32 pm IST)