Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

CBIએ જાહેરમાં જ પોતાના કપડા ઉતાર્યા : 'અસ્થાના તપાસની આડમાં ખંડણી ઉઘરાવતા'

નવી દિલ્હીઃ એક તો પહેલાથી પોતાના બે ટોપના અધિકારીના ડોગ ફાઇટમાં CBIનું નામ ખરાબ થયું છે ત્યારે મંગળવારે તમામ હદ વટાવતા તપાસ એજન્સીએ જાહેરમાં જ પોતાને નગ્ન કરીને ક્ષોભજનક સ્થિતિમાં મુકી દીધી હતી. મંગળવારે દિલ્હી કોર્ટમાં એજન્સીએ પોતાના જ નંબર-૨ સ્પે. ડિરેકટર રાકેશ અસ્થાના અને DSP દેવેન્દ્ર કુમાર પર આરોપ મુકયો કે તેઓ તપાસના નામે જબરજસ્તીથી ખંડણીનું રીતસર રેકેટ ચલાવતા હતા. ઉલ્લેખનીય છે કે CBIની FIRમાં આ પ્રકારના તમામ આરોપ લગાડવામાં આવ્યા છે. આ આરોના આધારે કુમારની ધરપકડ કરવામાં આવી છે અને આ ડોગ ફાઇટના કાણે સરકારની જે છબી ખરાબ થઈ છે તેને સુધારવા માટે પ્રયાસ કરવામાં આવશે.

સ્પેશિયલ CBI જજ સંતોષ સનેહી માને પોતાના ચુકાદામાં કહ્યું કે, 'ઓપી સહિત તમામ સરકારી કર્મચારીઓ પર લાગેલ અપરાધની ગંભીરતાને જોતા મારો વિચાર છે કે કુમારની ધરપકડ તપાસ માટે યોગ્ય છે.' જયારે સમગ્ર મામલે મુખ્ય આરોપી રાકેશ અસ્થાનાએ ૨૯ ઓકટોબર સુધી દિલ્હી હાઈકોર્ટમાંથી આગોતરા જામીન મેળવી લીધા છે. જસ્ટિસ નાજમી વજીરીએ CBIને બળપૂર્વક કોઇપણ પગલા ભરવાથી મનાઈ કરી દીધી છે. જસ્ટિસ વજીરીએ સુનાવણી દરમિયાન CBI ડિરેકટર આલોક વર્મા અને જોઇન્ટ ડિરેકટર એ.કે. શર્માને કહ્યું કે, 'દેશની સર્વોચ્ચ તપાસ એજન્સીના સામન્જસ્યને બગાડો નહીં.'

મીટના વેપારી મોઇન કુરેશીની તપાસના મામલે ભ્રષ્ટાચાર મામેલ CBI દ્વારા કરવામાં આવેલ FIRને રાકેશ અસ્થાના અને દેવેન્દ્ર કુમારે કોર્ટમાં પડકારી છે. CBIના ડીસીપી દેવેન્દ્ર કુમારે રાકેશ અસ્થાના સામેની તપાસમાં પોતાની ધરપકડને લઈને દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. તમને જણાવી દઈએ કે દેશની ટોચની તપાસ એજન્સીના ટોપ બોસ આલોક વર્મા અને તેમના જ નંબર-૨ એવા રાકેશ અસ્થાના વચ્ચેની લડાઈ એટલી બધી વધી ગઈ છે કે PMOની દરમિયાનગીરી પછી પણ આ લડાઈ અટકવાનું નામ નથી લઈ રહી.

નોંધનીય છે કે તપાસ એજન્સીએ પોતાના જ નંબર-૨ બોસ પર કેસ દાખલ કરીને FIRમાં મીટ કારોબારી મોઇન કુરેશી પાસેથી રૂ. ૩ કરોડની લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે. જે બાદ સોમવારે વડાપ્રધાન મોદી સાથે CBIના ડિરેકટર આલોક વર્માની મુલાકાત થઈ અને આ મુલાકાતની એક કલાકની અંદર દેવેન્દ્ર કુમારની ધરપકડ તેમજ અનેક CBI અધિકારીઓના રહેઠાણ પર સર્ચ ઓપરેશન પણ કરવામાં આવ્યા.(૨૧.૬)

 

(10:30 am IST)