Gujarati News

Gujarati News

News of Wednesday, 24th October 2018

અમેરિકામાં હીર ઝળકાવતા ભારતીય પરિવારોના તેજસ્વી તારલાઓઃ બ્રોડકોમ ફાઉન્ડેશન આયોજીત STEM સ્પર્ધાની ફાઇનલ યાદીમાં ૭ સ્ટુડન્ટસએ સ્થાન મેળવ્યું

વોશિંગ્ટનઃ દેશના યુવા વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કરવા સાયન્સ, ટેકનોલોજી, એન્જીનિયરીંગ તથા મેથેમેટકસ (STEM) ક્ષેત્રે સ્પર્ધાના આયોજન દ્વારા હજારો ડોલરના ઇનામો અને એવોર્ડ અપાવતા બ્રોડકોમ ફાઉન્ડેશન એન્ડ સોસાયટી ફોર સાયન્સ એન્ડ પબ્લીકના ઉપક્રમે યોજાયેલી ૮મી વાર્ષિક સ્પર્ધાના ૩૦ ફાઇલીસ્ટ સ્ટુડન્ટસમાં સાત ભારતીય અમેરિકન તેજસ્વી તારલાઓએ સ્થાન હાંસલ કર્યું છે. જેઓ આજ ૨૩ ઓકટો.ના રોજ કાર્નેગી ઇન્સ્ટીટ્યુટ ફોર સાયન્સ વોશિંગ્ટન મુકામે યોજાનારી ફાઇનલ સ્પર્ધામાં ભાગ લેશે.

આ ભારતીય તરૂણોમાં મિહીર જોશી, શ્રેયસ કાર, આરૂષી કુમાર, જાનાણી કુમારન, વરૂણ મદન, પ્રતિક વંગલ તથા અક્ષય વેંકટેશનો સમાવેશ થાય છે.

(9:47 pm IST)