Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનના ઘરનો દરવાજો અનેક નોટિસથી ભરાઈ ગયો

અનેક નોટિસ એકસાથે તેમના દરવાજા પર ચિપકાવી દીધી.

નવી દિલ્હી :સમાજવાદી પાર્ટીના સાંસદ આઝમ ખાનના રામપુર સ્થિત નિવાસસ્થાને પોલીસે કોર્ટની અનેક નોટિસ એકસાથે ચોંટાડી દેતા તેમનો મુખ્ય દરવાજો નોટિસથી ભરાઇ ગયો છે.

    પોલીસના અધિકારીઓએ જમીન હડપ કરવાના તેમજ અન્ય મામલાઓમાં કોર્ટની અનેક નોટિસ એકસાથે તેમના દરવાજા પર ચિપકાવી દીધી. જેના કારણે આઝમ ખાનના ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર જ્યાં નજર કરો ત્યાં નોટિસ જ નોટિસ દેખાઇ રહી છે. જે પૈકી કેટલીક નોટિસ આઝમ ખાનના પત્ની તઝીન ફાતિમા અને પુત્ર અબ્દુલ્લા આઝમના નામે પણ છે.

  સોશિયલ મીડિયા પર નોટિસની આ તસવીર ભારે વાયરલ થઇ રહી છે. મહત્વનું છે કે આઝમ ખાન વિરૂદ્ધ અત્યાર સધી 80થી વધુ મામલાઓ દાખલ થઇ ચૂક્યા છે. જે પૈકી મોટાભાગના કેસ જૌહર યુનિવર્સિટી માટે જમીન હડપ કરવા સંબંધિત છે.

(10:39 pm IST)