Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ઘણા ઓફીસરોએ કરી હતી આઇએનએકસના ફંડિગની ભલામણ, આરોપી ફકત ચિદંબરમ કેમ : પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહની ટિપ્પણી

       પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહએ કહ્યું છે કે ડઝનેક અફસરોએ (આઇએનએકસ મીડિયાને વિદેશી ફંડિગ માટે ) પ્રસ્તાવની તપાસ અને ભલામણ કરી હતી. મંત્રી ચિદંબરમએ સર્વસંમતિથી તેને મંજુરી આપી.

        એમણે કહ્યું કે જયારે અફસર દોષીત નથી તો આ સમજણની બહારની છે કે ભલામણને ફકત મંજુરી આપવાવાળા મંત્રી અપરાધ માટે કેવી રીતે આરોપી હોઇ શકે?

        પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહએ કહ્યું અમને આશા છે કે અદાલત આ મામલામાં ન્યાય કરશે. સોનિયા ગાંધી અને મનમોહનસિંહ ચિદંબરમને તિહાર જેલમાં મળ્યા હતા.

 

(10:25 pm IST)