Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

સુપ્રિમ કોર્ટનો મહાચુકાદો

આપરાધિક મામલાની તપાસ દરમ્યાન પોલીસ કોઇ સ્થાવર મિલ્કત જપ્ત કરી ન શકે

નવી દિલ્હી,તા.૨૪: સુપ્રીમકોર્ટે આજે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. પોલીસકોઇ આપરાધિક મામલાની તપાસ દરમ્યાન અચલ સંપત્તિઓને કબ્જે કરી શકે નહીં મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઇ, ન્યાયમુર્તિ દીપક ગુપ્તા અને ન્યાયમૂર્તિ સંજીવ ખજાની પીઠે હાઇકોર્ટનો નિર્ણય યથાવત રાખીને કહ્યું કે સીઆપીસીનસ ધારા ૧૦૨માં અવૈધ સંપત્તિઓને જપ્ત અને કબ્જે કરવાનો પોલીસનો અધિકાર સામેલ નથી.

અગાઉ મુંબઇ હાઇકોર્ટે ચુકાદો આપ્યો હતો કે પોલીસને તપાસ દરમ્યાન સંપત્તિ જપ્ત કરવાનો કોઇ અધિકાર નથી. મહારાષ્ટ્ર સરકારે કોર્ટના ઉપરોકત નિર્ણયના સુપ્રીમકોર્ટમાં પડકાર્યો હતો.

(3:19 pm IST)