Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

ભારત-પાકિસ્તાનના ભાગલા કરતાં પણ વધુ જટિલ મુદ્દો મહારાષ્ટ્રમાં સીટ શેરિંગ: શિવસેના

ભાજપના 50-50 ફોર્મુલાને શિવસેનાએ ફગાવી: મહારાષ્ટ્રમાં શિવસેના મોટો ભાઈ છે અને રહેશે

મુંબઈ : મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, પરંતુ હજું સુધી ભાજપ અને શિવસેના વચ્ચે સીટોની વહેંચણીને લઈને હજુ સુધી કોઈ સહમતી સધાઈ શકી નથી. આ દરમિયાન શિવસેના નેતા અને સાંસદ સંજય રાઉતનું મોટું નિવેદન સામે આવ્યું છે. સંજય રાઉતે જણાવ્યું કે, બન્ને પાર્ટીઓ વચ્ચે બેઠકોની વહેંચણી કરવી ભારત અને પાકિસ્તાનના ભાગલા કરતા પણ જટિલ મુદ્દો છે.

  આ સાથે જ તેમણે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં કુલ 288 બેઠકો છે. આ બેઠકોની વહેચણી ભાજપ, શિવસેના અને અન્ય પાર્ટીઓ વચ્ચે થવાની છે. તેમણે જણાવ્યું કે, ભાજપ અને શિવસેના વચ્ચે સીટ શેરિંગને લઈને કોંકડુ ગુંચવાયું છે.

 મહારાષ્ટ્રમાં વિધાનસભાની 288 બેઠકો પર 21 ઓક્ટોબરમાં રોજ મતદાન થવાનું છે અને ચૂંટણી પરિણામ 24 ઓક્ટોબરે જાહેર કરવામાં આવશે.

મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીના પહેલા બેઠકોને લઈને ભાજપ અને શિવસેના વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. થોડા સમય પહેલા આ મામલે ભાજપના 50-50 ફોર્મુલાને શિવસેનાએ ફગાવી હતી. શિવસેના નેતા સંજય રાઉતે જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં શિવસેના મોટો ભાઈ છે અને રહેશે. તેમની પાર્ટીને ભાજપની 50-50 ફોર્મુલા મંજૂર નથી. મહારાષ્ટ્રમાં શિવસેના મોટાભાઈની ભૂમિકા ભજવશે.

(1:53 pm IST)