Gujarati News

Gujarati News

News of Tuesday, 24th September 2019

૭૦ દેશોના વૈજ્ઞાનિકો કહે છે ૫ વર્ષ સૌથી વધુ ગરમીવાળા રહયા છેઃ તાપમાન વધ્યું

એન્ટાર્કટિકામાં બરફનો જથ્થો ૧૯૭૯-૨૦૧૭ની વચ્ચે વધારે પીગળ્યો હતોઃ કાર્બન ડાયોકસાઇડમાં ૨ ટકાનો વધારો થયો

 નવી દિલ્હીઃ પૃથ્વીનું તાપમાન દિનપ્રતિદિન વધી રહ્યું છે. સંયુકત રાષ્ટ્રસંધના એક રિપોર્ટમાં કહેવાયું કે ૨૦૧૫-૨૦૧૯ સુધીના વર્ષોમાં સરેરાશ વૈશ્વિક તાપમાન ૨૦૧૧-૧૫ ની તુલનામાં ૦.૨ ડિગ્રી સેલ્સિયસ વધારે રહ્યું છે. ભારત સહિત ૭૦ કરતાં પણ વધારે દેશોના ર૫૦ વૈજ્ઞાનિકો અને વિશેષજ્ઞોએ એક રિપોર્ટ બનાવ્યો હતો જેને પેરિસની યુએન સભામા દરમિયાન રજૂ કરવામાં આવ્યો હતો. દર વર્ષે દુનિયાભરમાં લગભગ ૯૦ લાખ લોકોનાં મોત પ્રદુષણને કારણે થાય છે. 

એન્ટાર્કટિકામાં બરફનો જથ્થો ૧૯૭૯ અને ૨૦૧૭ ની વરસે સૌથી વધારે પીગળ્યો હતો. તો ૨૦૧૮ની સાલમાં કાર્બન ડાયોકસાઇડમાં ૨ ટકાનો વધારો   જોવા મળ્યો હતો. યુનાઇટેડ નેશન્સ લાબા સમયથી ચેતવણી આપી રહ્યુ છે કે વિશ્વની વસતી એવા કેન્દ્ર બિંદુ પર પહોંચી રહી છે. જયા પૃથ્વીના સસાધનો મનુષ્ય જીવન માટે ટાંચા પડશે. પૃથ્વી પર હાલના સમયમાં ૭.૭ અબજની વસતી છે અને ર૦૫૦ સુધીમા એ વધીને નવ અબજ લોકોની થવાની ધારણા છે. વૈશ્વિક સમુદાયે કલાઇમેટ ચેન્જ પર તાકીદની કાર્યવાહી કરવી પડશે તેવું રિપોર્ટમાં જણાવાયું છે.

(11:44 am IST)