Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

રાફેલ ડીલની નિષ્પક્ષ તપાસ કરાવવા કોંગ્રેસે સીવીસીની મુલાકાત લીધી :ફરિયાદ દાખલ કરવા માંગ

નવી દિલ્હી :રાફેલ ડીલ મામલે નિષ્પક્ષ તપાસ કરાવવા કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે સીવીસીની મુલાકાત લીધી હતી કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવી સહિતના નેતાઓ સીસીવી પહોંચ્યા હતા. જ્યા તેમણે વિજિલન્સ કમિશનરને રાફેલ ડીલ મામલે ફરિયાદ દાખલ કરવાની માગ કરી હતી.

   અત્રે ઉલ્લેખનીય છે કે ગત્ત સપ્તાહે કોંગ્રેસના નેતાઓએ કેગની મુલાકાત કરી રાફેલ ડીલ મામલે થયેલી અનિયમિતતાની તપાસ કરવાની માગ કરી હતી. કોંગ્રેસ રાફેલ ડીલમાં ગોટાળો થયો હોવાનો આક્ષેપ કરી રહી છે.

   કોંગ્રેસનો આક્ષેપ છે કે, પીએમ મોદીએ ગોપનીયતાની શપથનું ઉલ્લંઘન કર્યુ  છે.જેથી  દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને  નાણા પ્રધાન અરૂણ જેટલીએ જુઠ્ઠું બોલી રહ્યા છે. મહત્વનું છે કે, રાફેલ ડીલ મામલે ફ્રાંસના પૂર્વ રાષ્ટ્રપતિ  ફ્રાંસ્વા ઓલાંદે આપેલા નિવેદન બાદ કોંગ્રેસ  રાફેલ ડીલ મામલે સરકારને ઘેરી રહી છે. જેથી કોંગ્રેસ ગોટાળાના  આક્ષેપ સાથે સીવીસી તપાસની માગ કરી રહી છે.

(8:12 pm IST)