Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

મોદીનો પરાજય, રાહુલને PM જોવા માંગે છે પાકિસ્તાન

ભાજપનો સનસનીખેજ ધડાકો : ખોલ્યુ રાહુલનું પાકિસ્તાન કનેકશન

નવી દિલ્હી તા. ૨૪ : રાફેલ ડીલ પર કોંગ્રેસના નિશાનાની વચ્ચે ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ રાહુલ ગાંધી પર પાકિસ્તાન કનેકશનનો આરોપ મૂકયો છે. પાકિસ્તાનના પૂર્વ મંત્રીઓના ટ્વીટનો હવાલો આપતા ભાજપે કહ્યું છે કે રાહુલ ગાંધી માટે પાકિસ્તાનથી કેમ્પેઇનિંગ થઇ રહ્યું છે. ભાજપે ૨૦૧૪ની પહેલાંનો પીએમનો એક વીડિયો પણ દેખાડ્યો છે જેમાં મોદી તત્કાલીન પીએમ મનમોહન સિંહને 'દેહાતી ઔરત' કહેવા પર નવાઝ શરીફને આડા હાથ લેતા દેખાડી રહ્યાં છે.

ભાજપે કહ્યું કે રાહુલ ગાંધી અને મોદીમાં એટલો ફરક છે કે અને કોંગ્રેસે એ વાતની શીખ લેવી જોઇએ. સોમવારના રોજ સંબિત પાત્રાએ પત્રકાર પરિષદને સંબોધતા કોંગ્રેસ પર પ્રહારો કર્યાં. સંબિત પાત્રાએ કહ્યું કે પહેલાં પાકિસ્તાનના સૂચના મંત્રીએ રાહુલ ગાંધીના ટ્વિટનો ઉપયોગ કર્યો. પાત્રાએ કહ્યું કે ત્યાર બાદ પૂર્વ ગૃહમંત્રી રહમાન મલિક ટ્વીટ કરે છે. રાહુલ ગાંધી જ દેશના આગળના પીએમ હશે અને મોદી રાહુલથી ડરે છે. રાહુલ ગાંધી માટે પાકિસ્તાનથી કેમ્પેઇનિંગ થઇ રહ્યું છે.

પાત્રાએ કહ્યું કે આની પહેલાં પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાને પણ ટ્વીટ કરી મોદીને નાના વ્યકિત ગણાવ્યા છે. પાત્રાએ કહ્યું કે કોણ છે એ લોકો જે ઇચ્છે છે કે રાહુલ ગાંધી આગળ વધે? ભ્રષ્ટાચારી ઇચ્છે છે કે રાહુલ આગળ વધે, પરિવારવાદ કરનારા ઇચ્છે છે રાહુલ આગળ વધે, તુષ્ટિકરણ કરનાર ઇચ્છે છે કે રાહુલ આગળ વધે. પાત્રાએ આગળ કહ્યું કે બીજીબાજુ એવા લોકોની સંખ્યા વધુ છે જે સત્યની સાથે છે અને ઇચ્છે છે કે મોદી આગળ વધે.

રાફેલ ડીલ પર ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ હોલાંદનું નિવેદન આવવા પર કોંગ્રેસે પીએમ મોદી પર નિશાન સાંધ્યું છે. ડીલમાં કથિત રીતે ગોટાળોનો આરોપ મૂકી પીએમ પાસેથી રાજીનામાં માંગી રહ્યાં છે. ત્યારબાદ કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે સૌથી પહેલાં આ મામલાને પાકિસ્તાન સાથે જોડ્યો. રવિશંકર પ્રસાદે આરોપ મૂકયો હતો કે રાહુલ ગાંધી ઇચ્છે છે કે પાકિસ્તાનને આ ડીલની માહિતી મળી જાય.રવિશંકર પ્રસાદ બાદ હવે સંબિત પાત્રા રાહુલ ગાંધીના પાકિસ્તાન સાથે કનેકનશનની વાત કહી રહ્યાં છે. પાત્રાએ કહ્યું કે ભારત ઇચ્છે છે કે મોદી આગળ વધે, પાકિસ્તાન ઇચ્છે છે રાહુલ. કોંગ્રેસ અને પાકિસ્તાનમાં સમાનતા શું એક ઇત્ત્।ેફાક છે. પાત્રાએ પત્રકાર પરિષદના અંતમાં એક વીડિયો પણ દેખાડ્યો જેમાં ૨૦૧૪ની ચૂંટણી પ્રચાર દરમ્યાન મોદી નવાઝ શરીફ પર ટિપ્પણી કરતાં દેખાઇ રહ્યાં છે.

આ વીડિયો એ સમયનો છે જયારે નવાઝ શરીફે તત્કાલીન પીએમ ડોકટર મનમોહન સિંહને દોહાતી ઔરત કહ્યા હતા. આ વીડિયોમાં મોદી એક ચૂંટણી રેલીમાં પાકિસ્તાનને તેના માટે ખખડાવતા દેખાડી રહ્યાં છે. મોદીને એ કહેતા જોઇ શકાય છે કે સવા સો કરોડ ભારતીયોના પીએમની વિરૂદ્ઘ આવું બોલવાની નવાઝની ઓકાત શું છે.(૨૧.૨૭)

(3:54 pm IST)