Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

તામિલનાડુમાં 15 વર્ષના સગીરની ચોરીના આરોપમાં માર મારીને હત્યા

ચેન્નાઇ :છેલ્લા કેટલાક દિવસોથી મોબ લિંચિંગ ઘટનાઓ અટકવાનું નામ નથી લઇ રહી. આ વખતે તામિલનાડુના કરુલ જિલ્લાના અલાલીગોડનુંર માં 15 વર્ષના એક યુવકની લોકોએ મારી મારીને હત્યા કરી નાખી છે

   આરોપ હતો કે યુવકે એક દંપતીના ઘરે ચોરી કરી હતી. ત્યારપછી લોકોએ તેને એટલો માર્યો કે તેનું મોત નીપજ્યું હતું આ ઘટના સોમવારની છે. આ મામલે પોલીસે કેસ નોંધી લીધો છે.

(11:36 am IST)