Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

રૂપિયો તુટવાથી નિકાસમાં ઘટાડો

વિદેશી ખરીદદાર ભારતીય નિકાસકારો ઉપર માલનાં ભાવ ઘટાડવા પ્રેસર તથા ઓર્ડર રદ પણ કરી રહ્યાં છે

નવી દિલ્હી તા. ર૪ :.. ડોલરની સામે રૂપિયામાં ઘટાડાની અસર આયાત પછી હવે નિકાસ પર પણ દેખાવા લાગી છે. વિદેશી ગ્રાહકો ભારતીય નિકાસકારો પર ભાવ ઘટાડવાનું દબાણ કરવાની સાથે સાથે પોતાનો ઓર્ડરો પણ કેન્સલ કરી રહ્યા છે.

ફોરમ ઓફ ઇન્ડીયન ફુડ ઇમ્પોર્ટરના સંયોજક અમિત લોહાનીએ કહયું કે દેશમાં આયાત લગલગ ૩પ ટકા ઘટી ગઇ છે, જેની અસર સામાન્ય લોકો સાથે જોડાયેલી તમામ વસ્તુઓ પર પડી છે. સામાન્ય રીતે એવું મનાય છે કે રૂપિયામાં ઘટાડો થાય તો નિકાસ વધી જાય છે પણ હવે એ ક્ષેત્રમાં પણ ઉંધી અસર દેખાઇ રહી છે. વિદેશી ખરીદકારો ભારતીય નિકાસકારોને ચેતવણી આપે છે કે તેમને ઘરેલુ બજારમાં ડોલરના વધારે રૂપિયા મળશે એટલે તેઓ માર્જીનમાં ઘટાડો કરે નહીંતર ઓર્ડર કેન્સલ કરી દેવામાં આવશે. આ કારણે બાસમતી ચોખા, ફળ, શાકભાજી અને માર્બલના ઘણા ઓર્ડરો અત્યાર સુધીમાં કેન્સલ થઇ ચુકયા છે.

એફઆઇઆઇઓના મહાનિર્દેશક અજય સહાયે જણાવ્યું કે ચામડું, કાપડ અને કૃષિ ઉત્પાદનોની નિકાસમાં ભારતે ભાવ તાલનો સામનો કરવો પડે છે. જયારે બીજા દેશો સસ્તા ભાવે વસ્તુઓ વેચવાની ગોઠણ કરી રહ્યા છે.

દેશમાં પેટ્રોલ-ડીઝલમાં આડેધડ વધી રહેલી કિંમતોનું કારણ પણ રૂપિયાની ઘટતી કિંમત છે. પેટ્રોલીયમ મંત્રાલય અનુસાર આંતર રાષ્ટ્રીય બજારમાં ડોલરની સામે તેલના ભાવો એટલા નથી વધ્યા જેટલા સ્થાનીક બજારમાં દેખાય છે.

નિકાસ ઘટવાના મુખ્ય કારણ

- રૂપિયામાં સતત ઘટાડાને કારણે ભારતીય નિકાસકારો આંતર રાષ્ટ્રીય બજારોમાં પોતાના માલનો યોગ્ય ભાવ નકકી નથી કરી શકતા.

- નિકાસકારોને ખબર નથી હોતી કે આગલા દિવસે રૂપિયો કેટલો ઘટશે કે વધશે.

- ચીને પોતાની કરંસી યુઆનનું ૯ ટકા અવમુલ્યન કરીને વિશ્વ બજારમાં પોતાની નિકાસ જાળવી રાખી, ભારતીય નિકાસકારો તેની હરીફાઇ નથી કરી શકતા.

- આયાત મોંઘી થવાથી કાચા માલના ભાવ વધતા, પડતર કિંમતમાં વધારો થયો.

(11:32 am IST)