Gujarati News

Gujarati News

News of Monday, 24th September 2018

ભારતની ઉંચી ઉડાન

ઇંન્ટરસેપ્ટર મિસાઇલનું કર્યુ સફળ પરિક્ષણ

નવી દિલ્હી તા.૨૪: ભારતે ગઇકાલે રાત્રે ઓડિશાના કિનારે ઇંન્ટરસેપ્ટર મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યુ હતું. સુત્રોના જણાવ્યા પ્રમાણે બે સ્તરીય બેલિસ્ટિક મિસાઇલ પ્રતિરક્ષા પ્રણાલી વિકસીત કરીને ભારતે મોટી સફળતા મેળવી છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે ઇંન્ટરસેપ્ટરને રાત્રે ૮:૦૫ કલાકે છોડવામાં આવ્યું હતું. આનું ૧૧ ફેબ્રુઆરી ૨૦૧૭માં પણ સફળ પરિક્ષણ કરાયું હતું.

(11:29 am IST)