Gujarati News

Gujarati News

News of Saturday, 24th August 2019

યુએઈમાં પીએમ મોદીએ કહ્યું જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવવાથી કેટલાક લોકોને થતો ફાયદો બંધ થયો

ભારતે લોકતાંત્રિક અને પારદર્શી નિર્ણંય લીધો

યુએઈની મુલાકાતે ગયેલા પીએમ મોદીએ યુએઈની ધરતી પર આતંકવાદ પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યુ કે, ભારત ચાર દશકથી આતંકવાદનો સામનો કરી રહ્યુ છે. જે દેશ આતંકવાદને આશરો આપી રહ્યા છે. તેમણે આતંકવાદની નીતિ છોડવી પડશે. પીએમ મોદીએ આર્ટિકલ 370 અંગે કહ્યુ કે, અમારી સરકારે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવી લોકતાંત્રિક અને પારદર્શી નિર્ણય લીધો છે.

જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370થી કેટલાક લોકોને ફાયદો થતો હતો. જે હવે બંધ થવાનો છે. આર્ટિકલ 370ના કારણે જમ્મુ કાશ્મીરનો વિકાસ થયો નહોતો. પીએમ મોદીએ આ પ્રકારનું નિવેદન ખલીજ ટાઈમ્સમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં આવ્યુ છે. પીએમ મોદીએ વધુમાં જણાવ્યુ હતુ કે, ભારતની અર્થવ્યવસ્થા મજબૂત છે. ભારત આગામી પાંચ વર્ષમાં પાંચ ટ્રિલિયન ઈકોનોમીના લક્ષાંક સાથે આગળ વધી રહ્યુ છે.

(11:33 am IST)