Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

પુરગ્રસ્ત કેરળમાં ક્લિનઅપ ઓપરેશન વધારે તીવ્ર કરાયું

આવાસો-જાહેર સ્થળો ઉપર સ્વચ્છતા અભિયાન : બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે જારી : મૃતાંક ૨૩૧થી વધુ : ૧૩ લાખથી વધુ લોકો હજુ રાહત કેમ્પોમાં

કોચી, તા.૨૩ : કેરળમાં પુર તાંડવના કારણે અભૂતપૂર્વ નુકસાન અને ભારે ખુવારી થયા બાદ હવે ક્લિનઅપ ઓપરેશન વધુને વધુ તીવ્ર બનાવવામાં આવી રહ્યું છે. આના ભાગરુપે આવાસો અને જાહેર સ્થળો પર સાફ સફાઈને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. કાદવ કીચડને દૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. વિનાશકારી પુરના કારણે હજુ સુધી ૨૩૧ના મોત થઇ ચુક્યા છે. રાજ્યભરમાં ક્લિનિંગ પ્રોસેસને હાથ ધરવા કન્ટ્રોલ રુમ પણ સ્થાપિત કરવામાં આવ્યા છે. સુધરાઈ સંસ્થાઓને મોટી જવાબદારી સોંપવામાં આવી છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. હજુ પણ ૧૩ લાખથી વધુ લોકો રાહત કેમ્પોમાં છે જેમાં ૨.૧૨ લાખ મહિલાઓ અને એક લાખ બાળકોનો સમાવેશ થાય છે. એક પખવાડિયામાં ૨૩૧ના મોત ખુબ મોટો આંકડો છે. એરફોર્સના ૨૨ હેલિકોપ્ટર, નેવીની ૪૦ નૌકાઓ, કોસ્ટગાર્ડની ૩૫ હોડીઓ, બીએસએફની ચાર કંપનીઓ બચાવ અને રાહત કામગીરી છે. એનડીઆરએફની ૫૮ ટીમો લાગેલી છે. ૮મી ઓગસ્ટ બાદથી ૨૩૧ લોકોના મોતની સાથે ૩૨ લોકો હજુ પણ લાપત્તા દર્શાવવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા ૨૦૦૦ કરોડ રૂપિયા તાત્કાલિક ધોરણે માંગવામાં આવ્યા છે.  ભારે વરસાદ અને પુરના લીધે નુકસાનનો આંકડો ૨૦૦૦૦ કરોડ સુધી પહોંચી ગયો છે.  ૪૦ હજાર હેક્ટરથી પણ વધારે જમીનમાં પાકને નુકસાન થયું છે. ૨૬૦૦૦ મકાનો નાશ પામ્યા છે. એક લાખ કિલોમીટરના માર્ગો નાશ પામ્યા છે. અર્થતંત્રની કમર તુટી ગઈ છે. ૧૩૪ પુલ પણ નુકસાન પામી ચુક્યા છે. બીજી બાજુ રાજ્યના મુખ્યપ્રધાન વિજયને કેન્દ્ર પાસેથી વધારે જંગી નાણાંની માંગ કરવામાં આવી છે. કેરળમાં તમામ લાઇન પર ટ્રેન સેવા શરૂ કરવામાં આવી રહી છે. રેલવે દ્વારા ખાસ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. જોકે નીચાણવાળા વિસ્તારો હજુ જળબંબાકાર હોવાથી બચાવ કામગીરીમાં અડચણો આવી રહી છે. ઘણા વિસ્તારોમાં હજુ પણ છ ફુટ સુધી પાણી રહેલા છે. ઇર્નાકુલમ જિલ્લામાં રાહત કેમ્પમાં સૌથી વધુ ૫.૩૨ લાખ લોકો છે. ઇર્નાકુલમમાં ૮૫૦ રાહત કેમ્પો છે. રાજ્યભરમાં મોટાભાગની નદીઓમાં પાણીની સપાટી ઘટી રહી છે પરંતુ નદીના કિનારાના વિસ્તારો હજુ પણ મુશ્કેલીમાં છે. ઇન્ફ્રાસ્ટકચરને ભારે નુકસાન થયુ છે. સ્થિતીમાં આંશિક સુધારો થયા બાદ સરકારે પ્રદેશના તમામ ૧૪ જિલ્લામાંથી રેડએલર્ટ દૂર કરી દેતા આંશિક રાહત થઇ છે. રાહત કામગીરી ઝપડી કરવામાં આવી છે.  અભૂતપૂર્વ પુર અને જળપ્રલય વચ્ચે મોતનો આંકડો વધીને ૪૦૬ સુધી પહોંચી ગયો છે. ઇર્નાકુલમ, ત્રિસુર અને અલપ્પુઝામાં સૌથી વધુ અસર થઇ છે. અલુઆ, ચાલકુડી, ચેનગન્નુર, પથનમથિટ્ટામાં સૌથી વધુ કફોડી હાલત થઇ છે. હાલમાં રાહત કેમ્પમાં રહેતા લોકોની સંખ્યા ૧૩ લાખથી વધુ છે જે ૩૮૭૯ રાહત કેમ્પમાં છે. પુરગ્રસ્ત કેરળ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૫૦૦ કરોડની સહાયની જાહેરાત કરી દીધી છે.૫૦૦ કરોડ પહેલા ૧૦૦ કરોડની સહાયતા ગૃહ મંત્રી રાજનાથસિંહ દ્વારા કરવામાં આવી ચુકી છે.

આની સાથે જ કેન્દ્ર તરફથી હજુ સુધી ૬૦૦ કરોડ રૂપિયાની સહાયતા આપવામાં આવી ચુકી છે. આ ઉપરાંત વડાપ્રધાન રાહત ફંડમાંથી મૃતકોના પરિવારને બે બે લાખ તથા ઘાયલોના પરિવારને ૫૦ હજાર રૂપિયા આપવાની જાહેરાત થઇ ચુકી છે. મુખ્યમંત્રી પિનારાઈ વિજયનને કહ્યું છે કે ચાર જિલ્લાઓમાં પુરની સ્થિતિ સર્જાયેલી છે. જે ચાર જિલ્લાઓમાં હાલત કફોડી બની છે તેમાં અલાપ્પુજા, એર્નાકુલમ, પઠાનમિત્થા અને ત્રિસૂરનો સમાવેશ થાય છે. ૨૦૦૦૦ કરોડનું નુકસાન થયું છે. રાજ્યની સંસ્થાઓની સાથે સાથે આર્મી, નેવી અને આર્મીના જવાનો બચાવ અને રાહત કામગીરીમાં લાગેલા છે. એનડીઆરએફની ટીમો પણ સહાયમાં લાગેલી છે. કેરળના અનેક જિલ્લા અસરગ્રસ્ત થયા છે. જે પૈકી ૧૪ જિલ્લામાં સૌથી વધારે અસર થઇ છે. ૧૯૨૪ બાદથી હજુ સુધી સૌથી વિનાશકારી પુર તરીકે આને ગણવામાં આવે છે. દરમિયાન કેરળમાં પોતાના આવાસમાં થયેલા નુકસાનને જોઇને ૫૪ વર્ષીય એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી છે. રોકી નામની આ વ્યક્તિએ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

કેરળ પુર તાંડવનું ચિત્ર

કોચી, તા.૨૩ : કેરળમાં પુર તાંડવના કારણે અભૂતપૂર્વ નુકસાન અને ભારે ખુવારી થયા બાદ હવે ક્લિનઅપ ઓપરેશન વધુને વધુ તીવ્ર બનાવવામાં આવી રહ્યું છે.

ઓગસ્ટ બાદથી મોતનો આંકડો....................... ૨૩૧

મે બાદથી મોતનો આંકડો............................... ૪૦૬

લાપત્તા લોકોની સંખ્યા..................................... ૩૮

બચાવી લેવાયા લોકો................................ ૪૩૦૦૦

કેન્દ્રની સહાયતા.................................... ૬૦૦ કરોડ

રસ્તાને નુકસાન...................... એક લાખ કિલોમીટર

જિલ્લાઓમાં પુર.............................................. ૧૪

રાહત કેમ્પોમાં લોકો...................... ૧૩ લાખથી વધુ

રાહત કેમ્પોની સંખ્યા.................................. ૩૮૭૯

ઇર્નાકુલમમાં રાહત કેમ્પ................................. ૮૫૦

નદીઓમાં પુર....................................... તમામ ૪૦

હેક્ટરમાં પાકને નુકસાન................... ૪૦૦૦૦ હેક્ટર

મકાન નષ્ટ.............................................. ૨૬૦૦૦

પશુઓના મોત......................................... ૪૬૦૦૦

પોલ્ટ્રીને નુકસાન............................. બે લાખથી વધુ

પુલોને નુકસાન............................................. ૧૩૪

એનડીઆરએફની ટીમ...................................... ૫૮

એરફોર્સના હેલિકોપ્ટર સેવામાં........................... ૨૨

નેવીની નૌકાઓ............................................... ૪૦

કોસ્ટ ગાર્ડની નૌકઓ........................................ ૩૫

બીએસએફની કંપનીઓ.................................... ૦૪

મેડિકલ કેમ્પોની સંખ્યા................................ ૩૭૦૦

(12:00 am IST)