Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ મતે જાદુઈ પાપડ ખાવાથી કોરોના દૂર ભાગે છે

પાપડ આત્મનિર્ભર અભિયાન અંતર્ગત બનાવાયા છે : આ પાપડ કોરોના વાયરસની સોમ લડવા માટે શરીરમાં એન્ટીબોડીઝ બનાવવા માટે સક્ષમ હોવાનો મંત્રીનો દાવો

નવી દિલ્હી, તા. ૨૪કોરોના સંકટ કાબૂમાં આવતું નથી ત્યારે કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલે બ્રાન્ડેડ પાપડને માર્કેટમાં લોન્ચ કર્યા છે. તેઓ દાવો કરી રહ્યા છે કે પાપડ કોરોના વાયરસ સોમ લડવા માટે શરીરમાં એન્ટીબોડીઝ બનાવવા માટે સક્ષમ છે. સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર તેમનો વીડિયો શેર કરતાની સાથે વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તેઓ કહી રહ્યા છે કે પાપડને આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત બનાવવામાં આવ્યા છે. કેન્દ્રીય મંત્રી અર્જુન રામ મેઘવાલ દાવો કરી રહ્યા છે કે પાપડ શરીરમાં કોરોના વાયરસને ડામવા માટેના એન્ટીબોડી વિકસાવવામાં મદદ કરે છે. વીડિયોમાં મેઘવાલે પાપડ ખાવાથી સ્વાસ્થ્યને થનારા લાભો વિશે દાવો કર્યો છે. કેન્દ્રીય મંત્રીએ ભાભી જી પાપડને લોન્ચ કરતા કહ્યું કે, જાદુઈ પાપડ કોરોના વાયરસ સામે લડવા માટે ઉપયોગી સાબિત થશે. જોકે, આવું કંઈ પહેલી વખત નથી બન્યું કે જ્યારે ભાજપના કોઈ નેતાએ કોરોનાને કાબુમાં લેવા માટે કોઈ અજીબોગરીબ સલાહ આપી હોય.

            આ અગાઉ પશ્ચિમ બંગાળ ભાજપના પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે કોરોના વાયરસ સામે બચવા માટે ગાયનું છાણ ખાવાની સલાહ આપી હતી. જેમની લોકોએ ખૂબ મજાક ઉડાવી હતી. ઉપરાંત કર્ણાટકના નેતા રવિચંદ્ર ગટ્ટીએ કોરોનાને ડામવા માટે એક વિચિત્ર સલાહ આપી હતી. તેમણે બે ઈંડાને ૯૦ મિલીલીટર રમની સાથે લેવાનું કહ્યું હતું.

(10:17 pm IST)