Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

એપલ દ્વારા આઇફોન-૧૨ પ્રો ઓકટોબરમાં લોન્ચ થશે

૬.૭ ઇંચઃ હાઇ રીફ્રેશ રેટ : ૧૨૦ હર્ટઝ પ્રોમોશન ડીસ્પલે

નવી દિલ્હી તા. ૨૪ : એપ્પલની યોજના એલટીઇ આઇફોન-૧૨ મોડલ ઓકટોબરમાં લોન્ચ કરવાની છે. જો કે પ -જી મોડેલ નવેમ્બરમાં લોન્ચ થશે. જાપાની સાઇટ મૈક ઓટાકારાના એક નવા રીપોર્ટમાં ચીની આપૂર્તિ શ્રૃંખલાના સ્ત્રોતોને હવાલો દેતા એ વાતનો દાવો કરાયો છે કે હાલ કોવિડ-૧૯ મહામારીના કારણે સપ્ટેમ્બરમાં આઇફોન-૧૨ લોન્ચ કરવાની યોજના સ્થગિત કરવી પડી.

આઇફોન-૧૨ સીરીજ હેઠળ એપલની યોજના ચાર નવા આઇફોન રજુ કરવાની છે. જેમાંથી બે પ્રિમિયર વેરીએન્ટ પણ સામેલ હશે. આઇફોન-૧૨ પ્રો, ૬.૭ ઇંચ સાઇઝમાં આવશે અને તેમાં એક હાઇ રીફ્રેશ રેટ સાથે ૧૨૦ હર્ટઝ પ્રોમોશન ડીસ્પ્લે હોવાની સંભાવના છે. જે હાલ આઇપેડ પ્રોમાં જોવા મળે છે.

(3:19 pm IST)