Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

દિલ્હી, મુંબઈ અને અમદાવાદમાં કોરોના પીક પર આવી ચૂક્યો : લોકડાઉન જ નહીં ઘેર ઘેર સર્વે કરવાની જરુર:ડો. ગુલેરીયા

કોરોના દેશમાં એક સાથે પીક પર નહીં આવે. અલગ અલગ શહેરોમાં અલગ અલગ સમયે પીક પર આવશે

નવી દિલ્હી : ઓલ ઈન્ડિયા ઈન્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે અલગ અલગ શહેરોમાં અલગ અલગ સમયે કોરોના પીક પર આવશે. તેમણે એમ પણ કહ્યું કે દિલ્હી, મુંબઈ અને અમદાવાદમાં કોરોના પીક પર આવી ચૂક્યો છે. અને હવે નવા કેસનો ગ્રાફ નીચે જશે. જો કે તેમણે કહ્યું કે તેમ છતાં સાવધાની રાખવાની જરુર છે. ગુલેરિયા દેશના કોરોના ટાસ્ક ફોર્સના સભ્ય પણ છે

  તેમણે કહ્યુ કે ફક્ત લોકડાઉન જ નહીં પણ ઘરે ઘરે જઈ તેમને સર્વે કરી તે વિસ્તારને કોરોનાને ફેલાતો અટકાવવો જોઈએ. કોરોનાગ્રસ્તને શોધીને તેમને આઈસોલેટ કરવા જરુરી છે.

 એક સવાલના જવાબમાં ડૉ ગુલેરિયાએ જણાવ્યું હતું કે કોરોના દેશમાં એક સાથે પીક પર નહીં આવે. બલ્કે અલગ અલગ શહેરોમાં અલગ અલગ સમયે પીક પર આવશે તેમણે કહ્યું હતું કે દિલ્હી, મુંબઈ અને અમદાવાદમાં પીક પર આવી ચૂક્યો છે. પરંતુ બીજા રાજ્યો જેવા કે બિહાર અને આસામમાં તે ઝડપથી વધી રહ્યા છે. ત્યાં આપણે આક્રમક વલણ અપનાવવું પડશે. જ્યાં કોરોનાનો ગ્રાફ નીચે આવી રહ્યો છે ત્યાં પણ આક્રમક રણનીતિ બનાવવાની જરુર છે. કેટલાક રાજ્યોમાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું છોડી દીધુ છે. ત્યાં કેસ વધી રહ્યા છે.

 એન્ટીબોડી ટેસ્ટવિશે વાત કરતા તેમણે કહ્યુ હતું કે , ડૉ. આ ટેસ્ટનો આપણેને ફાયદો થઈ રહ્યો છે. કેટલાક લોકોમાં કોરોનાના લક્ષણ અથવા ના ને બરાબર છે. જેમ કે દિલ્હીમાં ઘણા લોકો કોરોના પોઝિટિવ થઈ સાજા પણ થઈ ગયા અને તેમને ખબર પણ ન પડી. એ સારી વાત છે પણ ખરાબ સમાચાર એ છે કે ઘણા લોકોને ચેપને લઈને ખબર જ નથી અને બીજાને ફેલાવી રહ્યા છે.

(1:18 pm IST)