Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

નહિ સુધરે પાકિસ્તાન કે નહિ સુધરે કપટી ચીન

ભારત-પશ્ચિમી દેશોને તબાહ કરવા ચીન અને પાકિસ્તાને જૈવિક શસ્ત્રોની ગુપ્ત ડીલ કરી

નવી દિલ્હી, તા. ર૪ : આંતકવાદને પંપાળીને વિશ્વમાં ખૂની ખેલ ખેલનારા પાકિસ્તાન અને કોરોના વાયરસને ફેલાવી સમગ્ર વિશ્વમાં તબાહી માટે જવાબદાર ચીન હવે સાથે મળીને ભારત અને પશ્ચિમી દેશોની બરબાદીનો પ્લાન ઘડયો  હોવાનું જાણવા મળે છે. એક રિપોર્ટ અનુસાર ચીને પાકિસ્તાની આર્મી સાથે જૈવિક હથિયારોને લઇને એક ગુપ્ત ડીલ કરી છે. કલાકસોને અનેક ઇન્ટલીજન્સ એજન્સીઓના હવાલાથી જણાવ્યું છે કે જૈવિક યુદ્ધ ક્ષમતા વિસ્તરણમાં ઘાતક સક્રટમાં એજન્ટ એન્થરેકસ સહિત અનેક રિસર્ચ પ્રોજેકટને સામેલ કર્યા છે.

આ રિપોર્ટ એવા સમયે આવ્યો છે જયારે ચીનથી નીકળેલો કોરોના વિશ્વમાં તબાહી મચાવી રહ્યો છે.

એન્થની કલાનના રિપોર્ટ અનુસાર ચીનના વુહાન ઇન્સ્ટીયુટ ઓફ  બાયરોલોજીએ પાકિસ્તાનની આર્મીની ડિફેન્સ સાયન્સ એન્ડ ટેકનોલોજી ઓર્ગે. સાથે ગુપ્ત ડીલ કરી છે. બંને દેશોએ સંક્રામક રોગો  અને સંક્રામક બિમારીઓના બાયોલોજીકલ કન્ટ્રોલને લઇને રિસર્ચ માટે કરાર કર્યો છે.

પાક-ચીનના આવા ગુપ્ત કરાર ચિંતા ઉપજાવી છે. ચીન સીમાથી બહાર જૈવિક શસ્ત્રો પર ટેસ્ટીંગ કરવા માંગે છે.

વુહાન લેબે આ પ્રોજેકટ માટે બધી મદદ કરી છે. ખર્ચો ચીને ઉઠાવ્યો છે.

સૂત્રોના કહેવા મુજબ કરાર જણાવવામાં આવેલ હેતુ કરતા બીજા હેતુ માટે કરાયો છે. ચીન આ પ્રોજેકટથી ભારત અને પશ્ચિમી દેશો વિરૂદ્ધ પાકિસ્તાનનો ઉપયોગ કરી જૈવિક શસ્ત્રો વિકસિત કરવા માંગે છે જેનાથી તે પોતાની જમીન અને લોકોને જોખમથી બચાવતા પોતાના ખતરનાક ઇરાદા પાર પાડવા માંગે છે.

(1:03 pm IST)