Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

ફેસબુક મેસેન્જરમાં થતા વ્યવહારો હવે ખાનગી રહી શકશે : ખાસ એપ લોક વિકસાવાયુ

મુંબઇ તા. ૨૪ : ફેસબુક દ્વારા મેસેન્જરમાં એપ લોક નામે એક એવુ ફીચર ઉમેરવામાં આવી રહ્યુ છે કે જેનાથી યુઝર્સ પોતાના પ્રાઇવેટ મેસેજ બીજાને વાંચતા અટકાવી શકશે. એપ લોકની મદદથી અંગત સંદેશાઓને સુરક્ષિત કરી શકાશે.

કોઇ તમારો ફોન હાથમાં લઇ લ્યે તો પણ એપ લોકના કારણે તે તમારી અંગત ચેટ વાંચી નહીં શકે. મેસેન્જર પ્રાઇવસી એન્ડ સેફટી પ્રોડકટ મેનેજમેન્ટના નિર્દેશક જે. સુલિવન કહે છે કે પ્રાઇવસીની મેસેન્જરમાં મહત્વપૂર્ણ ભુમિકા હશે. પછી તે મેસેજ હોય, વીડીયો ચેટ હોય કે કોલ ચેટ હોય કે પછી મેસેન્જર રૂમની વાત હોય. પ્રાઇવસી સેટીંગ્સના નવા સેકશનમાં એપ લોક જોવા મળશે. જેના દ્વારા મેસેન્જર એપ અનલોક કરવા ફીંગરપ્રિન્ટ કે ફેસ ઓર્થેન્ટીકેશન જેવા પ્રાઇવસી સેટીંગ્સની જરૂરત રહેશે.

(11:21 am IST)