Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

રાજકોટમાં કોરોના કાળ બની ત્રાટક્યો :બપોર સુધીમાં 10 લોકોના મોતથી હાહાકાર : છેલ્લા છ દિવસમાં કુલ 41 લોકોનો જીવ લીધો

માધાપરના હંસાબેન,આકાશવાણી ચોકના ધનીબેન,જૂનાગઢના હમીદાબેન,લીંબડીના લાલજીભાઈ,વાંકાનેર જોધપરના ગોવિંદભાઇ,લીબડીના બિંદુબેન ,ભચાઉના ભારતીબેન,ગોંડલના અંકિતાબેં અને જામજોધપુરના મનહરલાલ રાજાણીનું મૃત્યુ : સિવિલમાં 9 અને એકનું ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ

રાજકોટ : વૈશ્વિક મહામારી કોરોનાના નવા પોઝિટિવ કેસોમાં વધારો થવાની સાથે મોતનો આંક પણ વધી રહ્યો છે. રાજકોટની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં ગઇકાલે ૮ દર્દીના જીવ હણયા હતાં. એ પછી આજે બપોર સુધીમાં વધુ 10 દર્દીના શ્વાસ કોરોનાને કારણે થંભી ગયા છે. સિવિલના કોવિડ સેન્ટરમાં સાંજથી આજ સવાર સુધીમાં 9 દર્દીઓ તથા ખાનગી હોસ્પિટલમાં એક દર્દીનું મોત થયું છે. તે સાથે છ દિવસનો મૃત્યુ આંક 41 થયો છે

જાણવા મળ્યા મુજબ રાજકોટના માધાપરના હંસાબેન વેલજીભાઇ બગદાણી (ઉ.વ.૪૬), આકાશવાણી ચોકના ધનીબેન મોહનભાઇ ચાવડા (ઉ.વ.૬૨), જુનાગઢના હમીદાબેન સુલેમાનભાઇ ખાડીયા (ઉ.વ.૬૫), લીંબડીના લાલજીભાઇ મુળજીભાઇ  જાદવ (ઉ.વ.૮૨), વાંકાનેર જોધપરના ગોવિંદભાઇ હમીરભાઇ તોરીયા (ઉ.વ.૬૩), લીંબડીના બિન્દુબેન અલ્પેશભાઇ શાહ, ભચાઉના ભારતીબેન સૂર્યકાંતભાઇ બેલાણી (ઉ.વ.૬૨)ના સિવિલ હોસ્પિટલમાં અને જોરાવરનગરના કુમારભાઇ કાંતિભાઇ શાહ (ઉ.વ.૬૦)નું ખાનગી હોસ્પિટલમાં મોત થયું છે.ગોંડલના ગુંદાળા રોડ પર રહેતાં અંકિતાબેન પાર્થભાઇ (ઉ.વ.૨૬)નું રાજકોટ સિવિલ હોસ્પિટલ કોવિડ સેન્ટરમાં મોત થયું છેઃ આજના કુલ ૯ મોતમાંથી ૮ મોત સિવિલ હોસ્પિટલમાં થયા જામજોધપુરના મનહરલાલ અમૃતલાલ રાજાણી (ઉ.વ.૭૧)નું સિવિલ હોસ્પિટલમાં મોત થયું છે આજના એક જ દિવસમાં દસ મોતથી ફફડાટ ફેલાયો છે દસમાંથી એક મોત ખાનગી હોસ્પિટલમાં અને ૯ મોત સિવિલમાં થયા છે 

(1:52 pm IST)