Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

જવાન દેખાવું કોને ન ગમેઃ કરાવો માટી થેરાપી અને ૭૦ની ઉંમરે પણ દેખાવો ૩૦ વર્ષ જેવા સ્માર્ટ!

નવી દિલ્હી, તા.૨૪: આજે અમે તમને જણાવીશું માટીની થેરાપીના ફાયદા.  આ સવાલ તમારા મનમાં આવતો જ હશે કે આ માટી થેરાપી શું છે? સરળ ભાષામાં, શરીર પર માટી લગાવવાને માટી થેરાપી કહેવામાં આવે છે. આ ઉપચારથી, આપણી ત્વચા તાજી લાગે છે અને દરેક ક્ષણે જુવાન લાગે છે. આ ઉપચાર ત્વચા પરની કરચલીઓ સામે પણ અસરકારક છે.

સ્ત્રી હોય કે પુરુષ, દરેક વ્યકિત તેમની ત્વચા પ્રત્યે સંવેદનશીલ હોય છે, કોઈ પણ વ્યકિત યુવાન વયે વૃદ્ઘ દેખાય તેવું ઇચ્છતું નથી. એટલા માટે જો તમે એન્ટી એજિંગની સમસ્યાથી છૂટકારો મેળવવા માંગતા હો, તો પછી માટીની થેરાપી તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. જાણો તેના ફાયદા નીચે...

આયુર્વેદના તબીબ અબરાર મુલ્તાનીના જણાવ્યા મુજબ, સરળ ભાષામાં, શરીર પર માટી લગાડવાને માટી થેરાપી કહેવામાં આવે છે. નેચરોપૈથી એટલે કે કુદરતી દવાઓમાં, દ્યણા રોગોની સારવાર માટીના પટ્ટા અથવા માટીની પેસ્ટની મદદથી કરવામાં આવે છે. આ ઉપચાર દ્વારા માટીનો ઉપયોગ શરીરના કોઈપણ ભાગમાં અથવા આખા શરીરમાં થાય છે. જો કે આ ઉપચાર દ્વારા દ્યણા રોગોની સારવાર કરવામાં આવે છે, પરંતુ તે ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક માનવામાં આવે છે.

માટીની થેરાપી માટે ખાસ પ્રકારની માટીનો ઉપયોગ કરવામાં આવે છે, જે જમીનથી લગભગ ચાર-પાંચ ફૂટ નીચે કાંઢવામાં આવે છે. આ જમીનમાં એકિટનોમિસેટ્સ નામનું બેકટેરિયમ જોવા મળે છે, જે મોસમ પ્રમાણે તેનું સ્વરૂપ બદલી નાખે છે અને જયારે તે પાણી સાથે ભળી જાય છે, ત્યારે તેમાં દ્યણા ફેરફારો થાય છે. આને લીધે, જયારે જમીન ભીની હોય છે, ત્યારે તેમાંથી સુગંધ આવે છે.

માટી થેરાપીના અન્ય ફાયદાઃ

૧. માટી થેરાપીથી ત્વચાને લગતી સમસ્યા દૂર કરી શકાય છે. ૨. માટી થેરાપીથી કરચલીઓ, ખીલ, ત્વચાની સુકાતા, દાગ, સફેદ ફોલ્લીઓ, રકતપિત્ત્।થી રાહત આપે છે. ૩. માટીની થેરાપીથી ત્વચામાં ગ્લો વધે છે અને ત્વચા નરમ રહે છે. ૪. માટીની થેરાપીથી પાચન શકિતમાં પણ સુધારો થાય છે, માટી આંતરડાની ગરમી દૂર કરે છે ૫. ઝાડા-ઉલટીની સમસ્યા પર માટીની થેરાપીથી દૂર થાય છે. ૬. કબજિયાત, ફેટી લીવર, હાઈ બ્લડ પ્રેશર, મોટાપા, અને ડાયાબિટીસની સમસ્યાને દૂર  કરવા માટીની થેરાપી કારગાર છે.

(4:27 pm IST)