Gujarati News

Gujarati News

News of Thursday, 24th June 2021

મંદીના સ્પષ્ટ સંકેતન : ગોલ્ડ લોન લેનારા વેપારીઓ-નોકરીયાતો પરત ચુકવી શકતા નથી

ગોલ્ડ લોન કંપનીના સુત્રધારો પણ કહે છે લોન ભરપાઇ ન કરી શકવાના લીધે લોનધારકો પોતાનું સોનુ છોડાવી શકતા નથી

નવી દિલ્હી, તા. ર૪ :  આ વર્ષે મે મહિનામાં જયારે બીજી લહેર પીક પર હતી ત્યારે નાણાની ધરેલુ તંગીના પુરાવાઓ સામે આવવા લાગ્યા હતા. હોસ્પીટલોમાં દાખલ થવાના ઉંચા ખર્ચાના કારણે પારિવારીક આર્થિક તંગીની વાતો પણ સાંભળવા મળી રહી હતી. તેમાંથી ઘણા લોકોની આવક ગયા વર્ષથી જ ઓછી થઇ ગઇ હતી. આ દરમ્યાન ગોલ્ડલોનમાં પણ તીવ્ર વધારો જોવા મળ્યો છે. જે ભારતમાં કાયમ મંદીનો સ્પષ્ટ સંકેત દર્શાવે છે. કેમકે સોનું ગીરવે નથી મુકતા  એક મોટી ગોલ્ડલોન કંપની અનુસાર લોન ન ચુકવી શકવાના કારણે સોનું ના છોડાવી શકનારા લોકોની સંખ્યા વધી રહી છે.

શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં અતિ ગરીબ લોકો પર બીજી લહેરની આર્થિક અસરના આંકડાઓ આગામી થોડા મહિનામાં સામે આવશે જ, પણ ઘરેલુ બચત પર તેની પ્રતિકુળ અસરના નિશાન લાંબો સમય રહેવાનો છે કેમકે લોકડાઉનમાં જેટલી નોકરીઓ ગઇ છે તે લેવાયેલ લોન ચુકવવાની અસર ઉપભોગ પર પડશે. એટલે કેટલાક પરિવારનું નિકટ ભાવિ અંધકારમય દેખાઇ રહ્યું છે. એટલે સ્પષ્ટ છે કે બીજી લહેર પછી અર્થવ્યવસ્થાને ફરીથી પાર્ટે ચડાવવાની નીતિ બનાવતી વખતે સરકારે આ તથ્યોને ધ્યાનમાં રાખવા જોઇએ.

(3:19 pm IST)