Gujarati News

Gujarati News

News of Wednesday, 24th June 2020

દુબઇમાં લૂંટના ઇરાદે હાઇપ્રોફાઇલ ગુજરાતી દંપત્તીની હત્યા:પાકિસ્તાની હત્યારો ઝડપાયો

ચોરી કરવાના ઇરાદે ઘુસેલા આરોપીનો વિરોધ કરતા બંનેની હત્યા કરી

 

દુબઇ : ગુજરાતના એક દંપત્તીની હત્યાના આરોપમાં પાકિસ્તાની નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. ઘટના 18 જુનની છે. પોલીસ અનુસાર આરોપી પોશ વિસ્તાર અરેબિયન રેન્ચેમાં ગુજરાતી કપલનાં ઘરે ચોરીનાં ઇરાદાથી ઘુસ્યો હતો. દરમિતાન તેમની ઉંઘ ઉડી ગઇ હતી. વિરોધ કરતા આરોપીએ બંન્નેની હત્યા કરી દીધી હતી. તેની પુત્રી પર પણ ચાકુ વડે હુમલો કરવામાં આવ્યો. તે ઘાયલ છે, પરંતુ તે ખતરાની બહાર છે. આરોપી બે વર્ષ પહેલ મેન્ટેનન્સ માટે ઘરમાં આવી ચુક્યો હતો

 

યુએઇના અખબાર ખલીલ ટાઇમ્સ અનુસાર હિરેન અને વિધિની ઉંમર 40 વર્ષની આસપાસ છે. તેમના બે બાળકો છે. 18 વર્ષની પુત્રી અને 13 વર્ષનો પુત્ર છે. હિરેન શારજાહની એક મોટી ઓઇલ કંપનીમાં ડાયરેક્ટર હતા.
18
જુને રાત્રે ત્યારે થઇ જ્યારે પરિવાર સુઇ રહ્યો હતો. આરોપી દિવાલ કુદીને ઘરમાં ઘુસ્યો. હિરેનના બેડરૂમમાં પહોંચ્યો હતો. પર્સમાં રહેલા પૈસા કાઢવા લાગ્યો હતો. જ્યારે બીજી કિંમતી વસ્તુઓ પણ શોધી રહ્યો હતો. ખટખટનો અવાજ સાંભળીને હિરેન ઉંઘમાંથી ઉઠી ગયો. તેમણે આરોપીને પકડવાનો પ્રયાસ કર્યો તો તેણે ચાકુ વડે હુમલો કરી દીધો. બુમરાણ થતા વિધિ પણ ઉઠી તો આરોપીએ તેના પર પણ હુમલો કર્યો. બાળકીને પણ ઘાયલ કરી દીધી. ત્યાર બાદ બંન્નેના મોત થઇ ગયા હતા. બાળકીને ઘાયલ કરીને તે ભાગ્યો હતો. પુત્રીએ દુબઇ પોલીસને ફોન કરીને ઘટના અંગે માહિતી આપી હતી. હાલ તેની સારવાર ચાલી રહી છે.

 

(1:00 am IST)