Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

ચાઉમીન સોસ ખાવાથી બાળકના ફેફસા ફાટયા

હરિયાણાના યમનુનાગરમાં રસ્તા પર ચાઈનિઝની લારી પર ચાઉમીન ખાવાનો શોખ બાળક અને તેના પરિવાર માટે મોટી આફત નોતરી લાવ્યો છે

ચંડીગઢ, તા.૨૪: હરિયાણાના યમનુનાગરમાં રસ્તા પર ચાઈનિઝની લારી પર ચાઉમીન ખાવાનો શોખ બાળક અને તેના પરિવાર માટે મોટી આફત નોતરી લાવ્યો છે. ચાઇનિઝ લારી પર ચાઉમીન ખાધા બાદ ૩ વર્ષના બાળકના ફેફસાં ફાટી ગયા હતા. ચાઉમીનમાં નંખાતી ચટણી એસિડિક હતી અને તેના કારણે બાળક અચાનક જ બીમાર પડાતા હોસ્પિટલ લઇ જવાયો હતો જયાં આ હકીકત જાણી પરિવાર ડઘાઈ ગયો હતો.

બાળકે ખાધેલા ચાઉમીનની ચટણીમાં એસેટિક એસિડ હતો, જેના લીધે બાળકનું શરીર દાઝી ગયું હતું અને ફેફસાં ખરાબ થઇ ગયા. બાળકને જયારે દવાખાન લઇ જવાયો ત્યારે તેનું શરીર કાળુ પડી ચૂકયું હતું. તે સમયે તેનું બ્લડ પ્રેશર પણ લગભગ શૂન્ય હતું. ડોકટરે કહ્યું કે બાળકને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. એકસ-રે કરાવા પર બાળકના બંને ફેફસાં ફાટી ગયેલા દેખાયા હતા. ડોકટર્સે ઓપરેશન કરી ચેસ્ટ ટ્યૂબ નાખી.

આ અંગે ડોકટર્સનું કહેવું છે કે આ પ્રકારનો કિસ્સો પહેલી વખત સામે આવ્યો છે. ડોકટર્સના મતે એસેટિક એસિડના લીધે તેના ઓર્ગન અંદરથી બળી ચૂકયા હતા. ડોકટરે ઓપરેશન કર્યું ત્યારે સારવાર દરમ્યાન ત્રણ વખત તેના હાર્ટ એ કામ કરવાનું બંધ કરી દીધું હતું. ૧૬ દિવસ સુધી વેન્ટીલેટર પર રાખ્યા બાદ હવે ધીમે-ધીમે તેની સ્થિતિમાં સુધારો થયો છે. બહુ મુશ્કેલથી બાળકનો જીવ બચાવી શકયા છે.

બાળકના પિતા મંજૂરે જણાવ્યું કે તેમના હાથ પર આ સોસ પડ્યો હતો તે જગ્યાની ચામડી પણ બળી ગઈ છે. ડોકટર્સે કહ્યું કે આ પ્રકારનો પહેલો કેસ જોવા મળ્યો છે. ડોકટર્સ મુજબ એસિટિક એસિડના કારણે બાળકના આંતરીક અવયવો બળી ગયા હતા.

બાળકના પિતાએ જણાવ્યું કે તેમના બે બાળકો છે. નાનો દીકરો ઉસ્માન ચાઉમીન ખાવા માટે જીદ કરી રહ્યો હતો. તેને ઘરની નજીક આવેલી લારી પર બાળકને લઇને ગયો. ચાઉમીન ખાતા સમયે લારીમાં રાખેલા સોસને ચાઉમીનમાં નાંખ્યો. બાદમાં આ સોસ પીવા લાગ્યો. ત્યારબાદ થોડીક વારમાં તો ઉસ્માનની તબિયત બગડી અને શરીર પણ કાળું પડવા લાગ્યું.

આ અંગે ચાઇલ્ડ સ્પેશ્યાલિસ્ટ ડાઙ્ખકટર નિખિલે અમારા સહયોગી નવભારત ટાઈમ્સ સાથે વાત કરતા કહ્યું કે અમારી પાસે જયારે બાળક આવ્યું તો તેનું બ્લડ પ્રેશર ખૂબ ડાઉન હતું અને નસ પણ પકડાતી નહોતી. વધુ હવા ભરાતા ફેંફસાં ફાટી ગયા હતા. નિષ્ણાતોના મતે સ્વાદ વધારવા માટે સોસમાં એસિટિક એસિડ મિશ્રિત કરાય છે. આવા સોસ શરીર માટે ખૂબ જ હાનિકારક હોય છે. પાણીપુરી વેચનારા પણ આ એસિડનો ઉપયોગ પાણી ટેસ્ટી બનાવતા હોય છે.

(3:54 pm IST)
  • મૂછે હો તો અભિનંદન જૈસી અભિનંદનની મૂંછને રાષ્ટ્રીય મૂંછ જાહેર કરવા માંગ એરફોર્સના ગૌરવાન્વિત પાયલોટ અભિનંદનની મૂંછોને રાષ્ટ્રીય મૂંછ જાહેર કરવા કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ લોકસભામાં ઉઠાવી માંગ access_time 5:43 pm IST

  • રાજયસભાની ચૂંટણીના ૫ સંભવિત ઉમેદવારોની યાદી તૈયાર મનીષ દોશી, બાબુભાઈ પટેલ, ચંદ્રિકાબેન ચુડાસમા સહિત ૫ નામો ઉપર કોંગ્રેસના ધારાસભ્યો કરશે મંથન access_time 5:39 pm IST

  • BSNL પાસે કર્મચારીઓને જુનનો પગાર આપવાના પૈસા નથીઃ કંપની ઉપર ૧૩૦૦૦ કરોડની છે જવાબદારી : ભારત સંચાર નિગમની હાલત ડામાડોળઃ કંપની પાસે કર્મચારીઓને જુનનો પગાર આપવાના પૈસા નથી જેની રકમ થાય છે રૂ. ૮પ૦ કરોડઃ ડીસે. ર૦૧૮ ના અંત સુધીમાં રૂ. ૯૦,૦૦૦ કરોડથી વધુનું પરિચાલન નુકસાન વેઠવું પડયું હતું access_time 3:50 pm IST