Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

આજથી પ્રિ-મોન્સુન એકટીવીટી : સાર્વત્રિક વરસશે?

મુંબઈમાં આજે કે કાલે ચોમાસુ બેસી જાય તેવી શકયતા : સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં છુટોછવાયો હળવાથી મધ્યમ વરસાદ પડશે : હવામાન ખાતુ

રાજકોટ, તા. ૨૪ : આ વર્ષે દેશભરમાં ધારણા કરતાં ઓછો વરસાદ પડ્યો છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ ધીમી ગતિએ આગળ વધી રહ્યુ છે. મુંબઈમાં આજે અથવા કાલે સાંજ સુધીમાં ચોમાસુ બેસી ગયાની સત્તાવાર જાહેરાત થવા સંભવ છે ત્યારે ફેવરેબલ વાતાવરણના પગલે આજથી સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાતમાં પ્રિમોન્સુન એકટીવીટી શરૂ થશે તેમ હવામાન વિભાગે જણાવ્યુ છે. દરમિયાન ગત મોડીરાત્રે અમદાવાદમાં તોફાની પવન સાથે જોરદાર વરસાદ પડી ગયો હતો.

હવામાન ખાતાના સૂત્રોના જણાવ્યા મુજબ ચોમાસુ મુંબઈથી નીચેના ભાગમાં પહોંચ્યુ છે. આજે અથવા કાલે સત્તાવાર ચોમાસુ બેસી ગયાની જાહેરાત થાય તેવી શકયતા છે. દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતમાં પણ હળવાથી મધ્યમ (એકથી દોઢ ઈંચ) વરસાદ પડશે.

દરમિયાન રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં અસહ્ય ઉકળાટ બફારો પ્રર્વતી રહ્યો છે. ભેજનું પ્રમાણ વધી ગયુ છે. પવનની ઝડપ પણ ધીમી થઈ ગઈ છે. જેની અસરથી આજથી પ્રિ-મોન્સુન એકટીવીટીની સંભાવના છે.

(3:44 pm IST)