Gujarati News

Gujarati News

News of Monday, 24th June 2019

દિલ્હીમાં પત્રકાર મિતાલી ચંદોલા પર ભરબજારે ફાયરીંગ

કારના ફ્રન્ટ ગ્લાસમાં બે ગોળીઓ વાગી :મિતાલીને ડાબા હાથમાં ઇજા : મયુર વિહાર વિસ્તારમાં બનાવ

નવી દિલ્હી ;દેશની રાજધાની દિલ્હીમાં પત્રકાર મિતાલી ચંદોલા પર ફાયરિંગ થયું છે ભરબજારે બદમાશોએ ગાડી ઉપર ફાયરિંગ કર્યું. ક્રાઇમ રિપોર્ટર રહેલી મિતાલી ચંદોલાના ડાબા હાથમાં ગોળી વાગી હતી. તેમને ધર્મશિલા હોસ્પિટલમાં દાખલ કરાઈ છે હાલમાં તેમની સ્થિતિ જોખમમાંથી બહાર છે કારના ફ્રન્ટ ગ્લાસ પર બે ગોળીઓ મારવામાં આવી છે, ડ્રાઇવર અને સાઇડ મિરર્સ પર પણ ઇંડા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટના મયુર વિહાર વિસ્તારમાં ધર્મશિલા કેન્સર હોસ્પિટલની રેડ લાઇટ પાસે બની હતી 

પોલીસે જણાવ્યું હતું કે હુમલા પાછળ કૌટુંબિક વિવાદ છે કે પછી લૂટપાટ, તે તપાસ બાદ સ્પષ્ટ થઇ શકશે. પત્રકારનું નામ મિતાલી ચંદોલા છે. હિન્દુસ્તાન ટાઈમ્સ અનુસાર, મિતાલી નોઈડા માં એક ટીવી ચેનલ માટે કામ કરે છે અને દિલ્હી-નોઈડા સરહદ પર અશોક નગરમાં એક બાઇક પર બે લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો

 . પોલીસે જણાવ્યું હતું કે મિતાલી ચંદોલા શનિવારે રાત્રે ધર્મશીલા સુપરસ્પેશિયલિટી હોસ્પિટલ પાસેથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન, રેડલાઈટની પાસે હાલેલાં કારના ફ્રન્ટ ગ્લાસ પર ઈંડા જેવી કોઈ વસ્તુ ફેંકવામાં આવી અને તે પછી બે ફાયર કરવામાં આવ્યા. તેમાંથી એક ગોળી મહિલાના જમણા હાથને પાર કરી ગઈ.હતી 

લોકોએ ફાયરિંગનો અવાજ સાંભળી પોલીસને જાણ કરી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મહિલાને ધર્મશિલા હોસ્પિટલમાં ભરતી કરાવી. જ્યાં તેમની સ્થિતિ જોખમ માંથી બહાર છે એમ કહેવામાં આવી રહ્યું છે. ગોળી તેના જમણા હાથમાં વાગી છે. તેઓને સર્જરી માટે એમ્સમાં સ્થાનાંતરિત કરવામાં આવશે. પોલીસ આ ઘટના પાછળ ઝગડો હોવાની વાતને પણ અસ્વીકાર નથી કરી રહી, કારણ કે મિતાલીએ જણાવ્યું હતું કે તેમના સંબંધ પરિવાર સાથે સારા નથી

 .પોલીસે જણાવ્યું હતું કે નવા અશોક નગર પોલીસ સ્ટેશનમાં હત્યાના કેસ નોંધાયા છે. પોલીસને શંકા છે કે મહિલા પર હુમલો પારિવારિક ઝગડો અથવા વ્યક્તિગત દુશ્મનાવટને લીધે કરવામાં આવ્યો હોય. જોકે, ત્યાં હાજર સ્થાનિક લોકો માને છે કે જે રીતે મહિલાની કાર પર પહેલા ઇંડા જેવી વસ્તુ ફેંકવામાં આવી હતી અને ત્યાર પછી ફાયરિંગ કરવામાં આવ્યું, તેનાથી આ કેસ લૂંટનો પણ હોઈ શકે છે. હમણાં પોલીસ કેસની તપાસ કરી રહી છે.

(12:00 am IST)