Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

કોરોના જેવી સ્થિતિમાં એઇમ્સે જાહેર કરી ભ્રામક ગાઇડ લાઇન : આઇવરમેકટીન-સ્ટીરોઇડ-ટોસિજુમાલ-પ્લાઝમાં ટ્રીટમેન્ટ અંગે પ્રશ્નો કર્યા

મેજર જનરલ (ડો.) વી.કે. સિન્હાએ એમ્સના ડીરેકટર ડો. ગુલેરીયાને પત્ર લખી ખુલાસા માંગ્યા

નવી દિલ્હી તા. ર૪ :.. કોરોના મહામારીની બીજી લહેર ઘાતક સાબીત થઇ છે. એક તરફ ઓકસીજનની અછત અને બીજી તરફ રેમડીસેવર જેવી દવાઓની કાળાબજારી. સાથે જ સ્મશાનમાં લાંબી લાઇનો પણ મુશ્કેલી કરી રહી છે.

દરમિયાન એઇમ્સની બદલતી ગાઇડ લાઇનથી પણ લોકોને મુશ્કેલીઓ વધારી છે. કેમ કે પહેલા જે ટ્રીટમેન્ટ જાહેર કરાયેલ તે કાઢી નાખવા અંગે પ્રભાવી ન હોવાનું જણાવાયેલ.

મેજર જનરલ ડો. વી. કે. સિન્હાએ મહત્વપૂર્ણ સવાલો સાથે એઇમ્સના ડાયરેકટર ડો. ગુલેરીયાને પત્ર લાખી સફાઇ માંગી છે. તેમણે પત્રમાં જણાવેલ કે હું તમારૂ ધ્યાન એમ્સના ૭ એપ્રિલના દિશા-નિર્દેશો અંગે દોરવા માંગું છું. જેમાં દુરના વિસ્તારોમાં રીઢાની જેમ કામ કરતા ઝોલાછાપ ડોકટરો માટે બાઇબલ બની ગયેલ. આ નિર્દેશોમાં હોમ આઇસોલેટેડને આઇવરમેકટીન દેવાની સલાહ આપેલ. પણ ૭ એપ્રિલની તારીખ સુધી કોવીડના ઇલાજમાં આ દવાની ઉપયોગીતાથી વધુ તેના વિરૂધ્ધમાં સામગ્રી હતી.

માર્ચમાં જ ડબલ્યુએચઓએ જણાવેલ કે કોવીડ માટે આઇવરમેકિટનના ઉપયોગને લઇને હાલના સાક્ષ્ય અનિર્ણાયક છે. તો આ વાત ઉપર તમે ધ્યાન કેમ ન આપ્યું. તમારૂ ધ્યાન ડબલ્યુએચઓના નિર્દેશ ઉપર પણ ન ગયું? કે મેડીકલ સાક્ષ્ય ન હોવાથી તમે ખોટુ સમજી લીધુ. આ અસંભવ છે અને સમજતી બહાર છે.

જયારે મહામારીની બીજી લહેર નિયંત્રણ બહાર થઇ ગઇ ત્યારે રેમડીસેયર હોલ ઓફ ટોમમાં સામે થયું દરેક ખોટા કારણોથી સમાચારમાં રહેલ પછી તે કાળાબજારી, નફાખોરી, અને જમાખોરી કેમ ન હોય. તમે એમને  બતાવવામાં ૩ મહિનાનો સમય લગાડયો  કે કોવીડમાં આ દવાના પક્ષમાં કોઇ  સાક્ષ્ય નથી. શું તમને ખબર નોતી કે ભ્રામક  દિશા-નિર્ર્દેશ ઉપર ઇલાજ ચાલી રહ્યો છે.

એક પલ્મોનોલોજીસ્ટ હોવાના નાતે મારી પાસે એ માનવાના પુરતા કારણો છે કે ટૈમીફલુ સંબંધી ગડબડ જાળ અંગે તમને માહિતી હશે એકવાર ફરીથી તે પણ તમારી નિચે જ થઇ. રેમડીસેવર કેટલાક પહોંચતા લોકો પાસે આવી જતા પણ સામાન્ય લોકો માટે  તે મેળવવા અસંભવ હતા. તેઓ પોતાના  પ્રિયજનને બચાવવા કોઇપણ કિંમત આપવા તૈયાર હતા.

હાલ બધા ચુપ છે. ત્યારે હું કહેવા માંગીશ કે તે પોતાનામાં એક ચિકિત્સા ગોટાળો  છે, જેની કોઇ મિસાલ નથી મળતી સ્ટીરોઇડની સલાહ તો સાથે ભયાવહ અને કપટપૂર્ણ છે.  છેલ્લા બે અઠવાડીયામાં તમે પોતે પણ સ્ટીરોઇડના અંધાધૂંધ ઉપયોગ વિરૂદ્ધ ચેતવી રહ્યા છે. પણ દિલ્હીથી લઇને નાના ગામની હોસ્પીટલ સુધી, હોસ્પીટલ, ડીસ્પેન્સરી  અને ડોકટર બધા પ્રકારના રોગીઓ માટે  સ્ટીરોઇડ ઇન્જેકશન કે ટેબલેટ લખી રહ્યા  છે  જેનાથી બીજા બેકટરીયા અને ફંગસ સંક્રમણના રૂપમાં વિનાશકારી પરિણામો સામે આવ્યા છે.

દિશા-નિર્દેશોમાં   અપાયેલ ટોસિલ જુમાબ કે પ્લાઝમાંથી થતા ફાયદાને લઇને મારી શંકાઓના એવા જ કારણ છે કેમ કે તે પણ વૈજ્ઞાનિક તપાસની પરીક્ષામાં ખરા નથી ઉતરતા મને નથી ખબર કે આપણે લોકોને આ નાજુક સ્થિતિમાં નાખીને દોષીને તમે ઉભા રાખશો કે નહીં ? હું તો બસ તમને નાયકની જવાબદારીના સિધ્ધાંતોની યાદ અપાવવા માંગું છું.

(5:01 pm IST)