Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

ગવર્નર પદથી દૂર થતાં જગદીપ ધનખડને મોકલીશું જેલઃ TMC સાંસદ કલ્યાણ બેનર્જીએ આપી ધમકી

ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ ગવર્નરને લઇને તીખી પ્રતિક્રિયા આપતાં લોકોને કહ્યું કેઃ તેઓ તેમની વિરુદ્ધ કેસ દાખલ કરાવે

નવી દિલ્હી, તા.૨૪: પશ્ચિમ બંગાળના ગવર્નર જગદીપ ધનખડ અને મમતા બેનર્જી સરકાર વચ્ચે ફરી એક વખત ગરમાવો જોવા મળી રહ્યો છે. ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જીએ ગવર્નરને લઇને તીખી -તિક્રિયા આપતાં લોકોને કહ્યું કે, તેઓ તેમની વિરુદ્ધ કેસ દાખલ કરાવે. આટલું જ નહીં, તેમણે જગદીપ ધનખડને ગવર્નર પદેથી દૂર થયા બાદ જેલ મોકલવાની પણ ધમકી આપી છે.

કલ્યાણ બેનર્જીએ કહ્યું કે, અમે જાણીએ છીએ કે તેમની સામે ફોજદારી કેસ દાખલ કરી શકતા નથી. અમે લોકોને અપીલ કરીએ છે કે તેમની વિરુદ્ધ ફરિયાદ કરે, જ્યાં તેઓ હિંસા અને ગુનાને પ્રોત્સાહન આપી રહ્યાં છે.

આટલું જ નહીં, કલ્યાણ બેનર્જીએ ગવર્નરને જેલ મોકલવાની ધમકી આપતાં કહ્યું કે એક વખત જ્યારે તેઓ પદથી દૂર થઇ જશે તો લોકોની ફરિયાદને આધારે એકશન લેવામાં આવશે. તેમને તે જેલમાં રાખવામાં આવશે, જ્યાં નારદા સ્કેમ કેસમાં ટીએમસીના ધારાસભ્યોને રાખવામાં આવ્યા છે.

કલ્યાણ બેનર્જીએ કહ્યું કે, ચિંતા ન કરો. ૨૦૨૪ બાદ ભાજપના કેટલાય નેતા જેલ જશે. કોરોનાની સ્થિતિ ન સંભાળી શકનારા અને વેકિસન લોકોને ન આપી શકનારાઓને જવું જ પડશે. ભારતના લોકો બીજી આઝાદીની રાહ જોઇ રહ્યાં છે.

ટીએમસી સાંસદની આ ટિપ્પણી પર ગવર્નર જગદીપ ધનખડે -તિક્રિયા આપતાં આ?ર્ય વ્યકત કર્યું. તેમણે કહ્યું કે, તેઓ કલ્યાણ બેનર્જીનું નિવેદન સાંભળી આ?ર્યચકિત થયા છે. ઉલ્લેખનીય છે કે, નારદા સ્ટિંગ કેસને ગવર્નરે સીબીઆઇને ટ્રાન્સફર કર્યો હતો. તે બાદ બંગાળ સરકારના બે મંત્રી સુબ્રત બેનર્જી, ફિરહાદ હાકિમ સહિત ચાર નેતાઓને એરેસ્ટ કરવામાં આવ્યા છે અને જેલ મોકલવામાં આવ્યા હતા.

(4:55 pm IST)