Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

કર્ણાટકઃ ઘોડાના અંતિમ સંસ્કારમાં હજારોની ભીડઃ કોરોના નિયમોના ધજાગરા ઉડયા

કદાસિદ્ઘેશ્વર આશ્રમ સાથે જોડાયેલા ઘોડાનું મોત થતાં તેના અંતિમ સંસ્કારમાં ભીડ ઉમટીઃ આખા ગામને સીલ કરાયું

બેંગલુરુ, તા.૨૪: કોરોના વાયરસના વધતા સંક્રમણ કારણે દેશમાં હાલના સમયમાં ભીડ એકત્ર થવાની મનાઈ છે. અનેક રાજયોમાં લોકડાઉન પણ છે. તેમ છતાં લોકો કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવી રહ્યા છે. તેની તાજેતરમાં દાખલો કર્ણાટકના બેલગાવી જિલ્લામાં જોવા મળ્યો છે. અહીં ઘોડાના અંતિમ સંસ્કારને જોવા માટે હજારોની ભીડ એકત્ર થઈ ગઈ. આ વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.આ વીડિયો મરાદીમઠનો છે. હાલ સ્થાનિક પ્રશાસને તેને સીલ કરી દીધું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ શનિવારે કોન્નૂરની પાસે કદાસિદ્ઘેશ્વર આશ્રમ સાથે જોડાયેલા ઘોડાનું મોત થઈ ગયું. ત્યારબાદ અંતિમ સંસ્કાર જોવા માટે હજારો લોકોની ભીડ એકત્ર થઈ ગઈ.કહેવામાં આવી રહ્યું છે કે અહીંના ગામ લોકોએ આશ્રમના ઘોડાની પહેલા પૂજા કરી. ત્યારબાદ દુનિયાને કોરોનાથી મુકિત અપાવવા માટે ઘોડાને છોડી દેવામાં આવ્યો. તે બે દિવસ સુધી ગામમાં ચરતો રહ્યો. પરંતુ શુક્રવારની રાત્રે અચાનક તેનું મોત થઈ ગયું. શનિવારે અગ્નિ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું. અહીં શ્રી પાવેશ્વર સ્વામીએ અનુષ્ઠાન કર્યા. ત્યારબાદ દ્યોડાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.લગભગ ૪૦૦ ઘરોની વસ્તીને હવે સીલ કરી દેવામાં આવી છે. થોડાક દિવસો સુધી લોકોની અવર-જવર પર પ્રતિબંધ રહેશે. તમામ રહેવાસીઓના કોવિડ-૧૯, SARI અને ILIના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

(4:54 pm IST)