Gujarati News

Gujarati News

News of Monday, 24th May 2021

‘ટાઉતે'ની જેમ આજે ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઇ જશે ‘યાસ' : ભારે વિનાશ વેરશે !

ચક્રવાતી વાવાઝોડુ યાસના ખતરાને જોતા પヘમિ બંગાળ અને ઓડિશામાં એલર્ટ જાહેર : યાસ વાવાઝોડુ ૨૬ મેના રોજ પヘમિ બંગાળ અને ઓડિશા કાંઠા પર ત્રાટકશેઃ ૧૬૫ થી ૧૮૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફુંકાવાની શક્‍યતા

નવી દિલ્‍હી તા. ૨૪ : ટાઉતે વાવાઝોડા બાદ હવે પૂર્વ દરિયાકાંઠા વિસ્‍તાર પર ચક્રવાતી વાવાઝોડા યાસનો ખતરો વધી ગયો છે. હવામાન વિભાગએ બંગાળની ખાડીમાં ઓછા દબાણના ક્ષેત્રના ચક્રવાતી વાવાઝોડા યાસમાં પરિવર્તિત થવાની શક્‍યતા વ્‍યક્‍ત કરી છે અને તેના ૨૬ મેના રોજ પમિ બંગાળ અને ઓડિશા કાંઠા પર પહોંચવાનું અનુમાન વ્‍યક્‍ત કર્યું છે. હવામાન વિભાગ મુજબ ચક્રવાતી વાવાઝોડું યાસ પણ ટાઉતેની જેમ જ મોટો ખતરો બની ચૂક્‍યું છે. આ દરમિયાન બંને રાજયોમાં પવન ૧૫૫થી ૧૬૫ કિલોમીટર પ્રતિ કલાકથી ૧૮૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફુંકાવાની શક્‍યતા છે.

ચક્રવાતી વાવાઝોડું યાસ પણ ટાઉતે વાવાઝોડાની જેમ જ ભારે વિનાશ વેરી શકવાની શક્‍યતા છે. જે ગયા વર્ષે પશ્ચિમ બંગાળમાં આવેલા ચક્રવાતી વાવાઝોડા અમ્‍ફાનની જેમ જ વિનાશકારી હતું. એક વર્ષ પહેલા આવેલા ચક્રવાતી વાવાઝોડા અમ્‍ફાન દરમિયાન ત્રણ મિનિટમાં પવનની ઝડપ ૨૪૦ કિલોમીટર પ્રતિ કલાક થઈ ગઈ હતી, જેના કારણે ૮૦ લોકોએ જીવ ગુમાવ્‍યા હતા. આવી જ રીતે વર્ષ ૧૯૯૯માં આવેલા સુપર સાઇક્‍લોને પણ બંગાળની ખાડીમાં ભારે વિનાશ વેર્યો હતો. આ દરમિયાન ઓડિશામાં ૨૬૦થી ૩૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો હતો અને જેના કારણે હજારો લોકોએ જીવ ગુમાવ્‍યા હતા.

ચક્રવાતી વાવાઝોડા યાસના ખતરાને જોતાં બંને રાજયોમાં નેશનલ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ફોર્સ, સેના અને કોસ્‍ટગાર્ડને સેવામાં લગાવી દેવામાં આવ્‍યા છે. NDRFની ૮૫ ટીમોમાંથી ૩૨ને બંગાળમાં ૨૮ને ઓડિશામાં તૈનાત કરવામાં આવી છે. કેટલીક ટીમો આંધ્ર પ્રદેશ, તમિલનાડુ અને અંડમાન અને નિકોબાર દ્વીપ સમૂહમાં તૈનાત કરવામાં આવી છે. બંગાળ સરકારે રાજય સચિવાલય નબન્નામાં એક કન્‍ટ્રોલ રૂમ સ્‍થાપિત કર્યો છે, જેને મંગળવાર અને બુધવારે મમતા બેનર્જી ખુદ સંચાલિત કરશે.

હવામાન વિભાગ મુજબ, ઉત્તર પશ્ચિમ દિશા તરફી આગળ વધવા તથા ૨૪ મેની સવાર સુધી એક ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જવાનું અનુમાન છે. આગામી ૨૪ કલાક દરમિયાન તે એક ખૂબ ઉગ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ જવાની શક્‍યતા છે. હવામાન વિભાગે વધુમાં એવું પણ જણાવ્‍યું છે કે ચક્રવાતી વાવાઝોડું યાસ ઉત્તર-ઉત્તર પમિ દિશા તરફ વધવાનું ચાલુ રાખશે અને ધીમે-ધીમે મજબૂત બનશે. ૨૬ મેની સવાર સુધી તે પમિ બંગાળ તથા ઉત્તર ઓડિશા કાંઠાની નજીક ઉત્તર પમિ બંગાળની ખાડી સુધી પહોંચવાનું અનુમાન છે.

(11:12 am IST)